તમિલનાડુમાં કમલ હાસનની પોતાની પાર્ટીનું ધોષણાપત્ર જારી
ચેન્નાઇ: મકકલ નીધિ મય્યમ પ્રમુખ અને અભિનેતા કમલ હાસને અહીં પોતાની પાર્ટીનું ધોષણાપત્ર જારી કર્યું છે અને ગૃહિણીઓના કૌશલને વિકસિત કરવા માટે આવકનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે કૌશલ વિકાસ જેવી પહેલોથી મહિલાઓ દર મહીને ૧૦ હજાર રૂપિયાથી લઇ ૧૫ હજાર રૂપિયા સુધી કમાઇ શકે છે અને તેના માટે આપણે આ ગૃહિણીઓ માટે મહેનતાણુ કહીએ છીએ નહીં કે તેને ખેરાત આપવાનું કહીએ છીએ. આ સાથે જ પ્રદેશના યુવાનોને ૫૦ લાથ રોજગાર અને યુવા ઉદ્યમિઓને આર્થિક પ્રોત્સાહન પેકેજ આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો છે.
એ યાદ રહે કે તમિલનાડુની મુખ્ય પાર્ટીઓએ સત્તારૂઢ અન્નાડીએમકે અને મુખ્ય વિરોધ પક્ષ ડીએમકેએ કેટલાક દિવસ પહેલા પોતાના ધોષણાપત્રમાં પરિવારની મુખ્ય મહિલાને ૧,૫૦૦ રૂપિયા અને ૧,૦૦૦ રૂપિયાની મદદનું વચન આપ્યું હતું. હાસને કહ્યું કે ગૃહિણીઓને કમાવવાની યોગ્ય તક આપવાની યોજના છે અને તેનો અર્થ તેમને સરકારી ખજાનામાંથી ભિખ આપવાનો નથી તેમણે કહ્યું કે આવી પહેલોથી સરકાર પર નાણાંકીય રીતે બોજ પણ પડશે નહીં અને આ સાથે મહિલાઓ પોતાના કૌશલ અને કામથી યોગ્ય મહેનતાણુ પણ મેળવી શકશે
એમએનએમના નેતાએ અર્થવ્યવસ્થા પર વાત કરતા કહ્યું કે વિજળી ઉત્પાદન અને વિતરણ નિગમ પરિવહન નિગમ જેવી સરકારી વિભાગો નુકસાનમાં જઇ રહ્યાં છે તેમણે કહ્યું કે પરિવહન નિગમોના કર્મચારીઓને શેરધારક બનાવી સરકાર દ્વારા સંચાલિત ઉદ્યમોના લાભમાં સામેલ કરવામાં આવશે