Western Times News

Gujarati News

તમિલનાડુમાં ખજાનો મેળવવા માટે ટનલ ખોદતી વખતે દમને કારણે બેનાં મોત

Files Photo

તુતિકોરિન: એક દુઃખદ ઘટનામાં, નાઝારેથમાં દફનાવવામાં આવેલા ખજાનાની શોધ કરતી વખતે બે લોકો દમથી મરી ગયા હતા. મૃતકોની ઓળખ રઘુપતિ (૪૭) અને ર્નિમલ ગણપતિ (૧૭) તરીકે થઈ છે.ઘરની પાછળના ભાગે ખજાનો છે એમ માની ખાડો ખોદી રહ્યાં હતાશિવમલાઇ અને શિવવેલન બે ભાઈઓ છેલ્લાં છ મહિનામાં ૪૦- ફૂટ ઊંડો ખાડો ખોદી રહ્યાં છે. એમ માનીને કે તિરુવલ્લુવર કોલોનીમાં તેમના ઘરના પાછલા વરંડામાં કોઈ ખજાનો છે. તેઓ સાત ફૂટની બાજુની ટનલના નિર્માણમાં પણ સામેલ હતા.

મણિકંદનનો પુત્ર ગણપતિ અને અલ્વરથિરુનગરી અલારમથનનો પુત્ર સથંકુલમ પન્નામપરાનો રઘુપતિ તેમની સાથે હતો. કહેવાય છે કે આ ચારેય જણાએ શ્વાસમાં ઝેરી ગેસ ભરાઈ હતી.શિવવેલનની પત્ની બેભાન થતા ઘટના પ્રકાશમાં આવીશિવવેલનની પત્ની રૂપા તેમના માટે પાણી લાવતાં તે મૂર્છિત થઈ ગઈ હતી. પડોશીઓએ બેભાન રૂપાને બચાવવા પ્રયાસ કરતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી.

ફાયર સ્ટેશન અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાંઆ અંગેની જાણ થતાં સથંકુલમ નાયબ પોલીસ અધિક્ષક ગોડવિન જેગાથિશ કુમાર, નાઝરેથ ઇન્સ્પેક્ટર વિજયલક્ષ્મી અને અવૈકુંડમ ફાયર સ્ટેશન અધિકારી મુથુકુમાર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી જાે કે હોસ્પિટલમાં દાખલરઘુપતિ અને ર્નિમલ ગણપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. શિવવેલન અને શિવમલાઇને નેલ્લાઇ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.