તમિલનાડુમાં પલાનીસ્વામી જ મુખ્યમંત્રી પદના ઉમેદવાર
ચેન્નાઇ, એઆઇએડીએમકેના વરિષ્ઠ નેતા અને તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમે ચેન્નાઇમાં જાહેરાત કરી છે કે રાજયના વર્તમાન મુખ્યમંત્રી કે પલાનીસ્વામી ૨૦૨૧માં યોજાનાર વિધાનસભા ચુંટણીમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટીના ઉમેદવાર હશે પાર્ટી સમન્વયક પલાનીસ્વામીએ ૧૧ સભ્યોવાળી સંચાલન સમિતિની રચનાની જાહેરાત કરી જેમાં મંત્રી ડિડીગુલ સી શ્રીનિવાસન પી થંગામણિ અને એસ પી વેલુમણિ સામેલ છે.
પનીરસેલ્વમે પલાનીસ્વામી અને અન્ય વરિષ્ઠ નેતાઓની સાથે પાર્ટી મુખ્ય કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મને એ જાહેરાત કરતા ખુશી થઇ રહી છે કે અમારા પ્રિય ભાઇ પલાનીસ્વામી ૨૦૨૧ વિધાનસભા ચુંટણીમાં એઆઇએડીએમકેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે તેમણે કહ્યું કે પાર્ટીના સભાપતિ મંડલના અધ્યક્ષ ઇ મધુસુદનના નેતૃત્વમાં ચર્ચા વિચારણા બાદ સર્વસમ્મતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે તેની ઉપરાંત પલાનીસ્વામી પાર્ટી ઉપ સમન્વયક કે પી મુનુસામી આર વૈથીલિંગમ અને સંચાલન સમિતિના સભ્યોએ પલાનીસ્વામીને ઉમેદવાર બનાવવાનો સર્વસમ્મતિથી નિર્ણય કર્યો છે.આ જાહેરાત બાદ સત્તારૂઢ પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સંબંધી અટકળો અને પેનલની રચના કરવાને લઇ પાર્ટીની અંદર મતભેદોને વિરામ લાગી ગયું છે. આ પહેલા એવી અટકળો હતો કે વિધાનસભાની ચુંટણીને લઇ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે મુખ્યમંત્રી પદના ઉમેદવારને લઇ મતભેદ છે.HS