તમિલનાડુમાં વેક્સીન સર્ટિફિકેટ વગર સરકારી વાઇનશોપ પર દારૂ અપાશે નહિ

ચેન્નાઇ, દેશમાં હવે ‘જામ’ છલકાવવું મુશ્કેલ બની શકે છે. કારણ કે હવે તમારે દારૂ ખરીદવા માટે ખાસ પ્રમાણપત્ર બતાવવું પડશે. આ પ્રમાણપત્ર હાંસલ કરવું જાેકે મુશ્કેલ નથી પરંતુ તેના માટે તમારે આળસ ખંખેરી સરકારના એક મહાઅભિયાનમાં જાેડાવું પડશે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રસીકરણ ગતિ વધારવામાં આવી છે. હજુ ઘણા લોકોનું આળસ ઉડી નથી અને ક્યાંક તે ખોટી માન્યતાઓ અને ડરમાં વેક્સીન લેવાનું ટાળે છે. આ વચ્ચે રસીકરણ અભિયાનમાં દરેકને જાેડવા હવે માત્ર એવા લોકો કે જેમણે કોરોના રસીના બંને ડોઝ લીધા છે તેઓ જ સરકારી વાઇનશોપમાંથી ખરીદી કરી શકશે.
રસીકરણને લઈને ઘણા પ્રકારની અફવાઓ અને ખોટી માહિતી ફેલાઈ છે જેને દૂર કરવા માટે અધિકારીઓએ રસીકરણ અંગે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતું.મોટી સંખ્યામાં લોકોને રસીકરણ કરાવવા અને આ મિશનનો ભાગ બનવા માટે અપીલ કરવામાં આવી હતી. પરંતુ લોકો હજુ પણ રસી લેવાથી અંતર રાખી રહ્યા છે.
જે લોકો સરકારી વાઈનશોપમાંથી દારૂ ખરીદવા માંગતા હોય તો તેઓએ પહેલા કોરોનાની રસી માટે બંને ડોઝનું પ્રમાણપત્ર બતાવવું પડશે. જાહેરનામું બહાર પાડનાર આઇએએસ અધિકારી દિવ્યાએ જણાવ્યું હતું કે ખુબ સારો પ્રતિભાવ મળ્યો છે . મોટી સંખ્યામાં લોકોને પ્રથમ કે બીજી વખત રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. એટલે કે આ હુકમ ચોક્કસપણે લોકો પર અસર કરી રહ્યો છે.
આઇએએસ અધિકારી દિવ્યાએ કહ્યું કે અમે કોવિડ પોર્ટલને અપડેટ કરી રહ્યા છીએ. અમને માહિતી મળી છે કે કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ દારૂનું સેવન કરે છે અને રસી લેવા માટે તૈયાર નથી. તેમને રસી અપાવવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો કે જે કોઈ દારૂ ખરીદવા માંગે છે તે પહેલા રસીકરણનું પ્રમાણપત્ર બતાવે તે અનિવાર્ય છે. સરકારી આઉટલેટ્સ પર દારૂ ખરીદવા માટે રસીકરણ પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ સબમિટ કરવું જરૂરી છે.
તમિલનાડુની નીલગિરિ તેની કુદરતી સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. લોકડાઉનને કારણે અહીંના પ્રવાસન ક્ષેત્રને ભારે અસર થઈ છે. પરંતુ હવે ધીરે ધીરે વહીવટીતંત્રે પ્રવાસન ખોલવાનું શરૂ કર્યું છે. એવું જાેવામાં આવ્યું છે કે આ સપ્તાહથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
દક્ષિણ ભારત સ્થિત તમિલનાડુના નીલિગિરીમાં એક જાહેરનામું ભાર પડાયું છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એવા લોકો કે જેમણે કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોય તેઓ જ સરકારી વાઈન શોપમાંથી દારૂ ખરીદી શકશે. નીલગીરી જિલ્લામાંઆ નિયમ લાગુ કરાયો છે. નીલગીરીના જિલ્લા કલેકટર દિવ્યાએ જણાવ્યું હતું કે આ પગલું લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા માટે ભરવામાં આવ્યું છે.HS