તમિલનાડુમાં સરકાર આવશે તો દારૂબંધી કરીશું કોંગ્રેસ
ચેન્નઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૧ માટે કોંગ્રેસે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે જેમાં સરકારી નોકરી અને દારૂબંધીની વાત કહેવામાં આવી છે. તમિલનાડુ કોંગ્રેસ અધ્યક્ષ કેએસ અલાગિરીએ કહ્યુ કે અમારી પાર્ટીએ હંમેશા જનતાના હિત માટે કામ કર્યુ છે.
અમારા માટે રાજ્યનો વિકાસ અને જનતાનુ હિત જ પહેલી પ્રાથમિકતા છે. અમે સત્તામાં આવ્યા તો અમે સૌથી પહેલા દારૂબંધી કરીશુ. એટલુ જ નહિ સરકારી નોકરી માટે દરેક જિલ્લામાં ૫૦૦ યુવાનોને પ્રશિક્ષણ આપવામાં આવશે. અમે યુવાનોને રોજગાર આપવા માટે યોજનાઓ લાગુ કરીશુ. અમે કમસે કમ ૫ વર્ષો માટે સ્ટાર્ટઅપ્સ અને નવા ઉદ્યમીઓને કરમાં છૂટ આપીશુ.
ડીએમકેએ શનિવારે જ પોતાનુ ઘોષણાપત્ર જાહેર કરી દીધુ હતુ જેમાં તેણે પેટ્રોલ-ડીઝલ અને એલપીજીને સસ્તુ કરવા સહિત ૭ મુખ્ય વચનો આપ્યા છે. સરકારે વચન આપ્યુ છે કે તે તમિલનાડુની અર્થવ્યવસ્થા, કૃષિ, જળ સંશાધન, શિક્ષણ, આરોગ્ય, શહેરી વિકાસ, ગ્રામીણ વિકાસ અને સામાજિક ન્યાયના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરશે.
૨૩૨ વિધાનસભા સીટો માટે અહીં ૬ એપ્રિલે મતદાન થશે. કોરોના ગાઈડલાઈન્સનુ પાલન કરીને અહીં એક તબક્કામાં ચૂંટણી થશે. ચૂંટણી પરિણામ ૨ મેના રોજ આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં એઆઇએડીએમકેની સરકાર છે. વળી, આ વખતે એઆઇએડીએમકે અને ભાજપ મળીને ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે જ્યારે વિપક્ષી દળ ડીએમકેએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનુ એલાન કર્યુ છે. સરકાર બનાવવાનો મેજિક નંબર ૧૧૭ છે. વર્તમાન સ્થિતિની વાત કરીએ તો એઆઇએડીએમકે પાસે હાલમાં ૧૩૪ અને ડ્ઢસ્દ્ભ પાસે ૮૯ સીટો છે. જ્યારે કોંગ્રેસ પાસે ૮ અને આઇએમએલ પાસે એક સીટ છે.