તમિલનાડુ વિધાનસભા ચુંટણી આ વખતે નવા તેવર અને નવા કલેવરમાં થશે

Files Photo
નવીદિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચુંટણી આ વખતે નવા તેવર અને નવા કલેવરમાં હશે કારણ સ્પષ્ટ છે કે આ ચુંટણીમાં ન તો દાયકાઓ સુધી રાજયની રાજનીતિની ધુરી રહેલ એમ કરૂણાનિધિ હશે અને ન તો તેમના કટ્ટર હરીફ રહેલ જયલલિતા.એકવાર એવું લાગ્યું હતું કે રાજયની રાજનીતિમાં ફરીથી સિતારાઓની બોલબાલ રહેશે પરંતુ અંતિમ સમયે સુપર સ્ટાર રજનીકાંતની રાજનીતિથી દુરી બનાવી લેવી અને કમલ હાસનની બેઅસર ઉપસ્થિતિથી હવે તેની સંભાવના ન બરાબર છે.
જાે કે કરૂણાનિધિ અને જયલલિતાની ગેરહાજરીમાં પણ જંગ ડીએમકે અને અન્નાડીએમકેની વચ્ચે નક્કી જ છે પહેલાની જેમ બંન્ને પાર્ટી પોતાના જુના સાથીઓની સાથે ચુંટણી મેદાનમાં હશે પહેલા પોતાના દમ પર રાજયની રાજનીતિમાં પગ પેસારો કરવા ઉતરેલી ભાજપને પણ અન્નડીએમકેનો સહારો લીધો છે તો કોંગ્રેસે પહેલાની જેમ ડીએમકેનો સહારો લીધો છે.
તમિલનાડુમાં દર વર્ષમાં સરકાર બદલવાની પરંપરા રહી છે જાે કે ગત ચુંટણીમાં જયલલિતાના નેતૃત્વમાં અન્નાડીએમકેએ આ પરંપરા તોડી હતી આ પહેલાની અનેક ચુંટણીમાં રાજયના મતદારો એકવાર કરૂણાનિધિ તો એકવાર જયલલિતાને પસંદ કરતા હતાં.
ડીએમકે અને અન્નાડીએમકે બંન્ને પક્ષોએ પાર્ટીના મુખ્ય ચહેરાને ગુમાવી દીધા છે શરૂઆતી બળવા બાદ ડીએમકેનું સુકાન સ્ટાલિનના હાથમાં આવી ગયું પાર્ટીમાં હાલ તમામ સ્ટાલિનની સાથે ઉભેલા જાેવા મળી રહ્યાં છે પરંતુ અન્નાડીએમકેની સ્થિતિ એવી નથી
જયલલિતાના નિધન બાદ પાર્ટી બે ભાગોમાં વહેંચાઇ ગઇ છે. મુખ્યમંત્રી પનીરસેલ્વમ પાર્ટીમાં પોતાની પકકડ બનાવવામાં નિષ્ફળ રહ્યાં છે આ જુથબંધીને કારણે ગત લોકસભા ચુંટણીમાં ડીએમકેએ અન્નાડીએમકેના સુપડા સાફ કરી દીધા હતાં.
ભાજપે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચુંટણી જીત્યા બાદ આ દિશામાં અનેક પ્રયાસ કર્યા જાે કે દ્વવિડ રાજનીતિના આ ગઢમાં પાર્ટીના હાથમાં કાંઇ આવ્યું નહીં વર્ષ ૨૦૧૪માં મોદી લહેરમાં ૫.૫ ટકા મત લાવનારી ભાજપ ૨૦૧૯માં લગભગ બે ટકા મત ગુમાવી બેઠી હાલ પાર્ટીની નજર આ ચુંટણી દ્વારા આગામી લોકસભા અને વિધાનસભા ચુંટણી સાધવાની છે.