તમિલનાડુ સરકારના બે બિલોને રાજ્યપાલ રવિએ મંજૂરી આપી

ગવર્નરને ડર હતો કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશુંઃ સ્ટાલિન
રાજ્યપાલના આ નિર્ણય પર મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે આ મંજૂરી મળવી જોઈતી હતી
ચેન્નઈ,તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ સરકાર દ્વારા પસાર કરાયેલા બે બિલોને મંજૂરી આપી દીધી છે. આનાથી ૧૨૦૦૦થી વધુ દિવ્યાંગોને શહેરી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ફોર્મ ભરવાનો અધિકાર મળશે. આ બિલો લાંબા સમયથી રાજભવનમાં પડતર હતા. રાજ્યપાલના આ નિર્ણય પર મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું કે આ મંજૂરી મળવી જોઈતી હતી. રાજ્યપાલને ડર હતો કે જો ફરીથી બિલોને રોક્યા તો અમે(સરકાર) સુપ્રીમ કોર્ટમાં જઈશું.આઠમી એપ્રિલે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ ગવર્નર અને રાજ્ય સરકારના મામલા પર રાજ્યપાલના અધિકારની સમયમર્યાદા નક્કી કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે, રાજ્યપાલની પાસે કોઈ વીટો પાવર નથી. સાથે જ સરકારના ૧૦ જરુરી બિલોને રાજ્યપાલ તરફથી રોકવાની બાબતને ગેરકાયદે ગણાવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે રાજ્યપાલનું આ મનસ્વી પગલું છે અને કાયદાકીય રીતે સાચું નથી. રાજ્યપાલે રાજ્યની વિધાનસભાને મદદ અને સલાહ આપવાની હતી. કોર્ટે આદેશ આપ્યો કે વિધાનસભાએ પાસ કરેલા બિલ પર રાજ્યપાલ એક મહિનાની અંદર નિર્ણય લે. સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકાર તરફથી દાખલ અરજી પર સુનાવણી થઈ હતી. એમાં કહેવામાં આવ્યુ હતું કે રાજયપાલ આરએન રવિએ રાજ્યના જરુરી બિલોને રોકીને રાખ્યા હતા. SS1