તમિલનાડુ સરકારે કેજરીવાલની યોજનાઓ લાગુ કરી દીધી
નવીદિલ્હી: પોતાના કામો અને લોકલુભાવની યોજનાઓના દમ પર વર્ષ ૨૦૨૦માં વિધાનસભા ચુંટણીમાં દિલ્હીની સત્તામાં વાપસી કરનાર આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના કામ કરવાનો અંદાજ અન્ય રાજયોના મુખ્યમંત્રીને પણ પસંદ આવી રહ્યો છે. આ કડીમાં તમિલનાડુના મુખ્યમંત્રીનું પદ સંભાળતા જ એમ કે સ્ટાલિનને પોતાના રાજયના લોકોને અનેક જનહિતની યોજનાઓની જાહેરાત કરી તેમાં સૌથી મોટી જાહેરાત એ છે કે હવેથી સરકારી પરિવહન બસોમાં મહિલાઓને મફત યાત્રા કરી શકશે એ યાદ રહે કે વવર્ષ ૨૦૧૯માં જ આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દિલ્હીની મહિલાઓ માટે યોજના શરૂ કરી ચુકયા છે કહેવાય છે
કે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને અરવિંદ કેજરીવાલથી પ્રેરિત થઇ સરકારી પરિવહન બસોમાં મહિલાઓ માટે મફત યાત્રાની જાહેરાત કરી હતી રાજનીતિના જાણકારોનું માનીએ તો કેજરીવાલની દિલ્હીમાં મફત યાત્રા યોજનાને ડીએમકેએ પોતાના ચુંટણી ઢંઢેરામાં સામેલલ કર્યું હતું આજ કારણ છે કે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા જ પહેલો આદેશ સ્ટાલિનિે મહિલાઓ માટે બસોમાં મફત સેવાનો આપ્યો હતો. આ જાહેરાત બાદ આજથી મહિલાઓ મફત યાત્રા કરી શકી હતી
તમિલનાડુ સરકારે ચોખા રાશન કાર્ડ ઘારકોને ૪,૦૦૦ રૂપિયા કોરોના રાહત રકમ તરીકે ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી છે. ગત દિવસોમાં કેજરીવાલ સરકારે ૭૨ લાખ રાશન કાર્ડ ધારકો માટે મફત રાશન આપવાની જાહેરાત કરી હતી.આવી જ રીતે એમ કે સ્ટાલિને મેમાં ૨,૦૦૦ રૂપિયાનો પહેલો હપ્તા તરીકે ૪,૧૫૩,૬૯ કરોડ રૂપિયાની રકમ ઉપલબ્ધ કરાવવાના આદેશ પર સહી કરી