તમિળનાડુઃ કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ, ૪નાં મોત
કુડલોર: તામિલનાડુના કુડલોર જિલ્લામાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ૧૩મેના રોજ ગુરુવારે સવારે બોઈલર ફાટ્યું હતું. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. તે જ સમયે આ અકસ્માતમાં ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ કુડલોર જિલ્લા વહીવટી તંત્રની બચાવ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.ઇજા પામેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાકુડલોર જિલ્લામાં ૧૩મેના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું હતું. આ વિસ્ફોટમાં ચાર લોકોનાં મોત થયા હતાં. તે જ સમયે આ ઘટનામાં ૧૨થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.