તમિળનાડુમાં ત્રાસવાદીઓને પકડી પાડવા જોરદાર દરોડા
ચેન્નાઇ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલની શોધના ભાગરુપે આજે તમિળનાડુના કોઇમ્બતુર શહેરમાં સાતથી વધુ સ્થળો ઉપર એક સાથે દરોડા પાડ્યા હતા. આ આઈએસ મોડ્યુલના લીડર શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા બોંબ બ્લાસ્ટ કરવાના આરોપી હુમલાખોર જહેરાન હાસીમ સાથે પ્રભાવિત હોવાના અહેવાલ મળ્યા છે. એનઆઈએ દ્વારા આ સંદર્ભમાં ઉંડી તપાસ શરૂ કરી દીધી છે. આઈએસ કેડરે શ્રીલંકન આતંકવાદીઓના પોસ્ટ શેયર કર્યા હતા. શ્રીલંકન હુમલાના માસ્ટરમાઈન્ડ હાસીમ કેરળ અને તમિળનાડુના આઈએસ કેડર સાથે સંપર્કમાં રહી ચુક્યો છે. એનઆઇએ દ્વારા આ મામલામાં એક નવો કેસ દાખલ કરી દીધો છે.
સુત્રોના કહેવા મુજબ કોઇમ્બતુરમાં સાત જગ્યાએ એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ત્રાસવાદી સંગઠન આઇએસના એક મોડ્યુલના લીડર હાશિમની સાથે ફેસબુક મારફતે તે સંપર્કમાં હતો. બંને વચ્ચે વાતચીત પણ સામાન્ય રીતે થતી હતી. આ મોડ્યુલના સંબંધમાં પણ જ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભારતીય તપાસ સંસ્થા મામલાની જડ સુધી પહોંચવા માટે ઇચ્છુક છે. કેરળમાં રહેલા ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલના શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હાથ છે કે કેમ તેને લઇને ઉંડી તપાસ ચાલી રહી છે. તપાસ સંસ્થાના અધિકારીઓ દ્વારા આઇએસ પ્રત્યે સાહનુભુતિ ધરાવનાર કેટલાક લોકોને પહેલા કસ્ટડીમાં લઇને છોડી દીધા હતા. તેમની પુછપરછ કરવામાં આવી હતી. જા કે તપાસમાં હજુ સુધી કોઇ વિગત સપાટી પર આવી નથી.
જા કે આ બાબત જાણવા મળી હતી કે કેરળમાં આઇએસ કેડરોએ શ્રીલંકાના ત્રાસવાદી આદિલના પોસ્ટ શેયર કર્યા હતા. આદિલ એક ફેસબુક એકાઉન્ટ ચલાવે છે. જેનુ નામ ડિડ યુ નો છે. તેના પર તે ઇસ્લામિક ઇતિહાસ સાથે જાડાયેલા પોસ્ટ શેયર કરતો હતો. ટોચની તપાસ સંસ્થાના રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે શ્રીલંકા અટેકનો માસ્ટરમાઇન્ડ જહરાન હાશિમ કેરળ અને તમિળનાડુના આઇએસના કેડરોની સાથે ત્રણ વર્ષથી સોશિયલ મિડિયા મારફતે સંપર્કમાં હતો.
હાસીમ અને કેરળના કટ્ટરપંથી પ્રચારકોના ભાષણમાં સમાનતા જાવા મળી છે. મલિયાલી આઈએસ કેડરના શ્રીલંકા સાથે સંબંધો ૨૦૧૬માં પણ સપાટી ઉપર આવ્યા હતા. દરોડા દરમિયાન કોઇ વાંધાજનક દસ્તાવેજા અથવા તો સાહિત્ય કબજે કરવાને લઇને એનઆઈએ તરફથી હજુ સુધી માહિતી મળી શકી નથી.