તમે એક ડગલું વધો, સરકાર ચાર ડગલા આગળ વધશે – વડાપ્રધાન
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઉદ્યોગ સંગઠન પરિસંઘના વાર્ષિક સત્રને સંબોધિત કર્યું. તેઓએ પોતાના સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશની આર્થિક વૃદ્ધિના માર્ગે લાવવા માટે મંત્ર શૅર કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે કોરોના વાયરસથી લડવા માટે વધુ સખ્ત પગલાં ભરવા પડશે. સાથોસાથ અર્થવ્યવસ્થાનું પણ ધ્યાન રાખવું પડશે.
કોરોના સંકટની વચ્ચે દેશમાં આર્થિક મોરચે અનેક પ્રકારના પડકારો છે. કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવા માટે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી છે. આ દરમિયાન આજે પીએમ મોદીએ સીઆઇઆઇના વાર્ષિક કાર્યક્રમને સંબોધિત કરતાં કારોબારીઓને ભરોસો વ્યક્ત કર્યો છે તેઓ તેમની સાથે છે. તમે એક ડગલું આગળ વધારો, સરકાર ચાર ડગલા આગળ વધશે. રણનીતિક મામલાઓમાં કોઈ બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી.
આત્મનિર્ભર ભારતનો અર્થ રોજગાર નિર્માણ અને વિશ્વાસ ઊભો કરવાનો છે જેથી ભારતની હિસ્સેદારી ગ્લોબલ સપ્લાય ચેઇનમાં મજબૂત થઈ શકે. કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે મને દેશની ક્ષમતા, ટેલેન્ટ અને ટેક્નોલોજી પર ભરોસો છે. આ જ કારણ છે કે અમને વિશ્વાસ છે કે આપણે ફરી એકવાર અર્થવ્યવસ્થાને તેજ ઝડપ આપીશું. કોરોનાએ આપણી સ્પીડ ભલે ધીમી કરી હોય પરંતુ ભારત લાકડાઉનને પાછળ છોડીને અનલાક ફેઇઝમાં આવી ચૂક્યું છે.
મોદીએ કહ્યું કે આજથી ત્રણ મહિના પહેલા દેશમાં એક પણ ઁઁઈ કિટ બનતી નહોતી પરંતુ આજે રોજ ત્રણ લાખ કિટ બની રહી છે. આત્મનિર્ભર ભારત સાથે જોડાયેલી તમામ જરૂરિયાતનું ધ્યાન સરકાર રાખશે. વડાપ્રધાને કહ્યું કે સીઆઇઆઇ દરેક સેક્ટરને લઈ એક રિસર્ચ તૈયાર કરી અને મને પ્લાન આપે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતને ઝડપી વિકાસના માર્ગ પર પાછા લાવવા માટે આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા ૫ બાબતો ખૂબ મહત્વની છે. ઉદ્દેશ, સમાવેશ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનતા. હાલમાં જ લીધેલા મોટા નિર્ણયોમાં આ બધાની ઝલક મળશે. અમારા માટે સુધારો એ રેન્ડમ અથવા છૂટાછવાયા નિર્ણયો નથી. અમારા માટે સુધારણા પ્રણાલીગત, આયોજિત, એકીકૃત, આંતર-કનેક્ટેડ અને ભાવિ પ્રક્રિયા છે. અમારા માટે સુધારાઓનો અર્થ છે નિર્ણયો લેવાની હિંમત રાખવી અને તેમને તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવું.
પ્રધાનમંત્રી મોદીનું આ સંબોધન એવા સમયે થયું હતું જ્યારે લાકડાઉનમાં પાબંધી સિવાય ઢીલ પણ આપવામાં આવી રહી છે અને કંપનીઓ ફરી શરૂ થઈ છે અને કારખાના ખૂલી ચૂક્યા છે. કોરોના વાયરસ મહામારીની સ્થિતિ માટે કેન્દ્ર સરકારે ૨૫ માર્ચથી દેશમાં લોકડાઉન લાગૂ કર્યું હતું અને તેને ૪ ચરણમાં ૩૧ મે સુધી ચાલ્યું.
આ સત્ર આખો દિવસ ચાલ્યું હતું જેમાં પિરામલ ગ્રુપના ચેરમેન અજય પિરામલ, આઇટીસી લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) સંજીવ પુરી, બાયકાનનાં સીએમડી કિરણ મઝુમદાર શા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રજનીશ કુમાર, કોટક મહિન્દ્રા બેંક ઉદય કોટક, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને સીઆઈઆઈના નામાંકિત અધ્યક્ષ અને સીઆઈઆઈના પ્રમુખ વિક્રમ કિર્લોસ્કર જેવા કોર્પોરેટ જગતના ટોચના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.