તમે જે પણ નિર્ણય લો તેમાં દેશહિત અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય હોવો જાેઇએ
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીના ટ્રેની આઇપીએસ અધિકારીઓને સંબોધિત કર્યા હતાં વીડિયો કોન્ફેસિંગ દ્વારા મોદીએ ટ્રેની અધિકારીઓને કહ્યું કે તમારા જેવા યુવાઓ પર મોટી જવાબદારી છે.મહિલા અધિકારીઓની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે.મોદીએ કહ્યું કે અધિકારીઓનો અભ્યાસ દેશ સેવામાં કામ આવે છે.વડાપ્રધાને કહ્યું કે તમારે હંમેશા એ યાદ રાખવાનું છે કે તમે એક ભારત શ્રેષ્ઠ ભારતના પણ ધ્વજવાહક છો
આથી તમારી દરેક ગતિવિધિમાં નેશન ફર્સ્ટ આલવેજ ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમની ભાવના ઝલકવી જાેઇએ તેમણે કહ્યું કે સેવા દેશના અલગ અલગ જીલ્લા અને શહેરોમાં થશે તમારે એક મંત્રી યાદ રાખવાનો રહેશે કે ફિલ્ડમાં રહેતા તમે જે પણ નિર્ણય લો તેમાં દેશહિત અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય હોવો જાેઇએ આ પ્રસંગ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય પણ હાજર હતાં.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ વર્ષની ૧૫મી ઓગષ્ટ ખાસ છે આઝાદીના ૭૫માં વર્ષગાંઠ આ વખતે સમગ્ર દેશ મનાવશે ગત ૭૫ વર્ષોમાં ભારતે એક સારી પોલીસ સેવાનું નિર્માણનો પ્રયાસ કર્યો છે પોલીસ ટ્રેનિંગથી જાેડાયેલ ઇફ્રાંસ્ટ્રકચરમાં પણ હાલના વર્ષોમાં ખુબ સુધાર થયો છે તેમણે કહ્યું કે મારો દર વર્ષે એ પ્રયાસ રહે છે કે તમારા જેવા યુવા સાથીઓથી સંવાદ કરૂ તમારા વિચારોને જાણુ કારણ કે આપના વિચાર સવાલ ઉત્સુકતા મારા ભવિષ્યના પડકારોને ઉકેલવામા સહાયક થશે
ટ્રેની અધિકારીઓને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે નવા સંકલ્પથી ઇરાદાથી આગળ વધવાનું છે. અપરાધનો સામનો કરવા માટે નવા પ્રયોગ જરૂરી છે મોદીએ સત્યાગ્રહ આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ગાંધીજીએ સત્યાગ્રહના દમ પર અંગ્રેજાેનો પાયો ધ્રુજાવી દીધો હતો.