Western Times News

Gujarati News

તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર

ગાંધીનગર, ગાંધીનગર ના પેથાપુર સ્મિત નામના બાળકને તરછોડવાની ઘટનામાં ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ આવી ગયો છે. તરછોડાયેલું બાળક સચિન દીક્ષિતનું જ હોવાનું પુરવાર થયુ છે. આરોપી સચિન દીક્ષિત અને બાળકના ડ્ઢદ્ગછ મેચ થયા છે. ત્યારે સમગ્ર કેસમાં પોલીસ માટે ડ્ઢદ્ગછ પરિણામો મહત્વપૂર્ણ પુરાવો બની રહેશે.

બાળકને તરછોડવાના કેસમાં ગાંધીનગર કોર્ટે સચિન દિક્ષિતને જામીન આપ્યા હતા. લિગલ સેલ તરફથી મળેલા સચિનના વકીલને ગાંધીનગર કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે સચીનના વકીલે કોર્ટમાં કહ્યું કે, સચિનનો ગુનો જામીન લાયક છે. તેની સામે કલમ ૩૬૩ અને ૩૧૭ લગાવી છે. આ ગુનામાં અજાણ્યા ઈસમ સામે પોલીસે ફરિયાદ કરી છે. સચિનની સામે નામ જાેગ ફરિયાદ નથી. તેથી સચિનને આ કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવે. હજુ ઙ્ઘહટ્ઠ ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે.

માટે તે સાબિત થતું નથી કે, ત્યજવામાં આવેલું બાળક સચિનનું જ છે. તેથી તેના પર ૩૬૩ અને ૩૧૭ કલમ લાગુ પડતી નથી. આ કારણે સચિનને જામીન મળવા જાેઈએ.

ગાંધીનગરના પેથાપુર ગૌશાળામાં બાળકને તરછોડવાની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. સચિન દીક્ષિતે તેની પ્રેમીકા અને આ બાળકની માતા મહેંદીની વડોદરાના દર્શનમ ઓએસિસ બિલ્ડિંગના ફ્લેટમાં ગળું દબાવી હત્યા કરી હતી. તેના બાદ તે બાળકને ગાંધીનગર લઈ આવ્યો હતો, જ્યાં તેણે બાળકને ગાંધીનગરની એક ગૌશાળામાં તરછોડીને ભાગી ગયો હતો. તે ભાગીને તેની પત્નીના પિયર રાજસ્થાન જતો રહ્યો હતો. જ્યાંથી ગાંધીનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.