Western Times News

Gujarati News

તલાટી કમ મંત્રીની ભરતી માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ચૂકી ના જશો

અમદાવાદ, તલાટી કમ મંત્રીની ભરતીને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે કે જેમાં ઉમેદવારો હવે તારીખ ૧૫ ફેબ્રુઆરીને બદલે તારીખ ૧૭મી ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. આમ, તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ફી ભરવાની મુદત તારીખ ૨૧મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે.

બ્રિજેશ મેરજાએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે ઉમેદવારોને ફોર્મ ભરવામાં નડી રહેલી સમસ્યાને દૂર કરવા માટે તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવા માટેની જાહેરાત કરી છે. તલાટીના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ ૧૫મી ફેબ્રુઆરી હતી.

પરંતુ, હવે તલાટીના ફોર્મ ભરવાની તારીખમાં ૨ દિવસનો વધારો કરાયો છે એટલે કે તલાટીના ઉમેદવારો તારીખ ૧૭ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે. જ્યારે ૨૧ ફેબ્રુઆરી સુધી ફી ભરવાામાં આવશે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩ હજાર કરતા વધારે જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

તારીખ ૨૮ જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીના ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ  https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. હવે તારીખ ૧૭મી ફેબ્રુઆરી સુધી તલાટીના ફોર્મ ભરી શકશે. આમ, તલાટીના ફોર્મ ભરવાની મુદતમાં ૨ દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, તલાટીની આ ભરતી પ્રકિયા કુલ ૩૪૩૭ જગ્યાઓ માટે છે. જેમાં લાખો ઉમેદવારો અરજી કરી રહ્યા છે. પણ છેલ્લાં ૩થી ૪ દિવસથી અરજી વધારે આવવાને લીધે અથવા તો એક વિદ્યાથીએ એક કરતા વધુ વખત ફોર્મ ભરવાના કારણે ટેક્નિકલ સાઈડે વેબસાઈટ ભાર લઈ રહી હતી.

જેથી હવે તારીખ ૧૭મી ફેબ્રુઆરી સુધી તલાટીની અરજીના ફોર્મનો સમયગાળો ૨ દિવસ વધારવામાં આવ્યો છે. જ્યારે તારીખ ૨૧મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ફી ભરી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. અરજી ફોર્મ ભરવામાં તકલીફ ના પડે તે માટે ૨ સર્વર પણ વધારી દીધા હોવાની માહિતી પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાએ આપી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.