તલાલા યાર્ડમાં ૧૬ દિવસમાં કેસર કેરીના ૫૦ હજાર બોક્સની આવક
તાલાલા ગીર, તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીનો ૮૦ ટકા પાક નાશ પામ્યો હોય માર્કેટિંગ યાર્ડમાં વેંચાણ માટે આવતા કેસર કેરીના બોક્સ માં તેની અસર દેખાય છે. તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે યાર્ડમાં આ વર્ષે તા. ૨૬મી એપ્રીલ થી કેસર કેરીની સીઝન શરૂ થઈ હતી, ૧૬ દિવસમાં યાર્ડમાં દશ કિલોગ્રામના માંડ માંડ ૫૦ હજાર બોક્સની આવક થઇ છે. ગત વર્ષે પ્રથમ ૧૬ દિવસમાં યાર્ડમાં ૧૦ કિલોગ્રામના ૨ લાખથી પણ વધુ બોક્સની આવક થઇ હતી.
તાલાલા પંથકમાં આ વર્ષે કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગ ભરખી ગયો હોય,તાલાલા પંથકના ૪૫ ગામમાં આવેલ ૧૫ લાખથી પણ વધુ કેસર કેરીના આંબાના વૃક્ષો પૈકી માત્ર ૨૦ ટકા આંબામાં કેરી નો ફાલ આવ્યો છે,કિસાનોને સતત બીજા વર્ષે પણ મોઢે આવેલો કોળિયો છુટવાઈ ગયો હોય,કિસાનો માં હતાશ થઈ ગયા છે.
ઓછા પાકને કારણે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેંચાણમાં આવતી કેરીના ભાવ વિક્રમજનક સપાટી એ છે જેથી ૧૬ દિવસમાં યાર્ડમાં આવેલ ૫૦ હજાર બોક્સ ના રૂ. ૪ કરોડથી પણ વધુ રકમની ઊપજ થઈ હોય કિસાનોને રાહત મળી છે.SSS