Western Times News

Gujarati News

તલોદના પુંસરી ગામમાં મેડિકલ કેમ્પ યોજાયો

(તસ્વીરઃ- મનુ નાયી, પ્રાંતિજ)
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વિકાસશીલ ગામ પુંસરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વ.નટુભાઈ ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત સૌજન્યથી તા ૨૦.૮.૨૦૧૯ ને મંગળવારે સવારના ૯થી ૧.વાગ્યા સુધી યોજાયેલા મેડિકલ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમો દ્વારા ૩૨૬ ઉપરાંત ના વિવિધ રોગોના દર્દીઓએ આ કેમ્પમાં રોગ નિદાન સારવાર અને મફત દવાઓનો લાભ લીધો હતો.તેમજ કેટલાક કિસ્સાઓમાં જયાં ઓપરેશન ની જરૂરિયાતવાળા દર્દીઓને સ્વ.નટુભાઈ ચૌધરી ટ્રસ્ટ દ્વારા ઓપરેશન સુધીની સેવાઓ , આપવા સુધીની સેવાઓ ટૃસ્ટ ના નરેન્દ્રભાઈ પટેલ અને હેમાશુભાઈ પટેલે આયોજન કર્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં અમદાવાદ ના ગાયનેક ડો મોહીલ પટેલ.તલોદ બ્લોક હેલ્થ ઓફિસર ડો..વિનોદ મુગડ, ઓર્થોપેડિક સર્જન ડો. અમિત શર્મા, ફીજીશિયન ડો પીન્કેશ પટેલ , ડો..જતીન પટેલ સહિતના જુદા જુદા રોગોના નિષ્ણાત તબીબો અને આરોગ્ય સ્ટાફ અને સ્વ. નટુભાઈ ચેરીટેબલ ટ્રસ્ટના તમામે ખડેપગે રહી સેવાઓ આપી હતી. આ કેમ્પમાં હિમતનગરના સિધ્ધાર્થભાઇ પટેલ..મોડાસા નગરપાલિકા પ્રમુખ સુભાષભાઈ શાહ કારોબારી અધ્યક્ષ રૂપેશ ઝાલા.. નટુભાઈ ચૌધરી ચેરીટેબલ ટ્રસ્ટના નરેન્દ્રભાઈ પટેલ ,હિમાશુભાઈ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી આ મેડિકલ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં સગર્ભામાતાઓને ફણગાવેલા મગ અને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. તેમજ સ્વચ્છતા અને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરી કાપડની થેલીઓનો ઉપયોગ કરવા આહવાન કરાયુ હતુ. કાપડની થેલીઓનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. સુદર વ્યવસ્થા સેવાઓની સરાહના થતી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.