તલોદ તાલુકાના પંચાયત ની કેંટીગ પાસે આવેલ મૂતરડીમાં સ્વચ્છતાના નામે મીંડું
(પ્રતિનિધિ)હરસોલ, તલોદ તાલુકાના પંચાયત ની કેંટીગ પાસે આવેલ મૂતરડી મા છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતાના નામે મીંડું જોવા મળી રહ્યુ છે અને આમ તો આખા તાલુકા મુતરડી મા ચોમાસા દરમ્યાન ગંદકી થતી હોય છે પણ તેને રોજબરોજ સફાઈ કરવાની હોય છે પરંતુ સફાઈ કચાસ રાખવામા આવી રહી છે અને સરકાર ધ્વારા સફાઈ અભિયાન એક બાજુ ચલાવી રહી છે અને ત્યારે આવા કર્મચારીઓ સફાઈ અભિયાનમાં જોડાતા નથી અને સરકાર દ્વારા સફાઈ માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ આવા લાલચી અધિકારી ઓ તથા કર્મચારીઓ દ્વારા ચાઉ કરવામા આવતી હશે.
આમા અધિકારી ઓ ધ્વારા સ્વચ્છતાના ઘુણો ઘાવામા આવી રહ્યા છે અને પોતાની ઓફિસમાં કે ઘર મા સ્વચ્છતા રાખતા હોય છે પણ આ તો પ્રજા ના ઉપયોગ કરવા માટે આ ના પ્રત્યે ઊણૂ વલય તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રાખવામાં આવતો હોય છે આવા અધિકારી ઓ તથા કર્મચારીઓ ને ખાલી પોતાની ખુરશી ઉપર બેસીને ઓડર કરવો જ સારો લાગતો હોય તેમ જણાઈ રહ્યું પછી ભલે ને પ્રજા ઓ નૂ જે થવૂ હોય તે થાય આપડે શુ? આપડે તો ખાલી પગાર થી જ મતલબ તેથી આવવા અધિકારી ઓ તથા કર્મચારીઓ પ્રત્યે સરકાર દ્વારા પણ કોઈ ક કડક પગલા ભરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામા આવી રહી છે. પ્રજા ની સુખાકારી ઓના પૈસા થી આવા અધિકારી ઓ અને કર્મચારીઓ પોતાના ઘર ભરતા હોય છે.