તલોદ તાલુકામાં બટાટાનું ધૂમ વાવેતર કરવામાં આવ્યું
તલોદ, તલોદ તાલુકામાં બટાટાનું ધૂમ વાવેતર કમોસમી વરસાદથી નહિવત નુકશાન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગત વર્ષ કરતા ચાલુ સાલે બટાટાની મોટી ઉપજ થવાની શકયતા અને વધારે ભાવ મળતા કોરેસ્ટરોમાં જગ્યા પણ નહિ મળે તેવી ખેતપેદાશોમાં ભીતિ સેવાઈ રહી છે. ઓછી મહેનત, બિયારણ તેમજ દવા છંટકાવ જેવા ખર્ચ કરતા વધારે નફો થવાની ખેડૂતોમાં મોટી વાવણી બટાકાની કરવામાં આવી છે.
તલોદ તાલુકાના રણાસણ, કાલોદરા, વરવાડા, મોહનપુર, રામપુરા, ફોજીવાડા, પુંસરી, ચેખલા જેવા અનેક ગામોમાં મોટાભાગે બટાટાની વાણી જાેવા મળી છે.
પરેશભાઈ પટેલે ખેડૂતોને જણાવ્યું છે કે અમારા વિસ્તારોમાં કમોસમી વરસાદ ઓછો હોવાના કારણે બટાટાની ખેતપેદાશને નહિવત નુકશાન થશે પરંતુ આ વર્ષે પાછળથી પડેલા સારા વરસાદના કારણે બટાટાના પાકોનું પરિણામ વધુ ઉપજ સાથે ઝડપી તૈયાર થઈ જવાનું જાણવામળ્યું છે.
મસમોટા કોરેસ્ટરો તેમજ ખેડૂતોના ઘરોમાં બટાટાના ઉપજાેથી ભરચક સ્ટોક થઈ જતા લોકોને બટાટાની હાલાકી ભોગવવી નહિ પડે, પરંતુ સરકાર દ્વારા બટાટાના ખેડૂતોને નુકશાન ન થાય તેનું ધ્યાન રખાય તો આ વખતે મસમોટો નફો ખેડૂતો કરશે.