તળાવ જ નહીં, ખેતરમાં પણ શિંગોડાની ખેતી શક્ય છે !
નવી દિલ્લી: તમે કાળા રંગના શિંગોડા તો ખાધા હશે ? આ શિંગોડાને અસલમાં લોકો બાફી લે અથવા તો તેને શેકીને વેચે છે. પરંતુ શું તમને લીલા શિંગોડા વિશે કોઈ માહિતી છે. શિંગોડાની ખેતી કરી તમે સારો નફો કમાઈ શકો છો. અહીં અમે તમને શિંગોડાની ખેતી વિશે તમામ માહિતી આપશું. તળાવમાં ઉગતા શિંગોડાના પાકને માટીના ખેતરોમાં અદ્યતન ખેતીની રીતથી ઉગાવી લોકો સારો નફો કમાઈ શકે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરી શિંગોડાની ખેતી કરવામાં આવે છે. પાણીને કારણે શિંગોડાના પાકને રખડતા ઢોર દ્વારા નુકસાન થવાનો ખતરો પણ ઓછો રહે છે.
તેવામાં શિંગોડાની ખેતીથી ખેડૂત ઓછા ખર્ચે વધુ નફો કમાઈ શકે છે. શિંગોડા જૂનથી ડિસેમ્બરના મધ્યનો પાક છે. તેની ખેતી માટે આશરે ૧થી ૨ ફુટ પાણીની જરૂર રહે છે. નીચાણવાળા ખેતરોમાં પાણીનો ભરાવો કરીને શિંગોડાના પાકને સરળતાથી ઉગાવી શકાય છે. જૂનમાં પાકની વાવણી કરવામાં આવે છે. સિંગોડાની પહેલી ઉપજ સપ્ટેમ્બર મહિનામાં મળી રહે છે. ચોમાસાના વરસાદી માહોલ સાથે જ શિંગોડાની વાવણી શરૂ થઈ જાય છે. વરસાદની ઋતુ શરૂ થતા જૂન-જુલાઈમાં શિંગોડાની ખેતી કરવામાં આવે છે.
મોટાભાગે નાના તળાવોમાં શિંગોડાના બીજની વાવણી કરવામાં આવે છે. જાે કે માટીના ખેતરમાં ખાડા પાડ્યા બાદ તેમા પાણી ભરી તેમાં વાવણી કરવામાં આવે છે. જૂનથી ડિસેમ્બર એટલે કે ૬ મહિનાના શિંગોડાના પાકથી સારો નફો કમાઈ શકાય છે. ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નંદી ફિરોઝપુર ગામમાં રહેતા એક ખેડૂત સેઠપાલ સિંહનું કહેવું છે
શિંગોડાની ખેતી તેવા સ્થળે થાય છે જ્યાં કમ સે કમ ૧-૨ ફુટ પાણી જમા થયેલું હોય છે. ખેડૂતે વધુમાં કહ્યું કે તેમણે તળાવની જગ્યાએ ખેતરમાં શિંગોડાની ખેતી કરી છે, જે તેમના માટે મોટી ઉપલબ્ધિ છે, આ પાકની ખેતી કરી તેઓ સારો નફો કમાઈ છે. શિંગોડાના અનેક પ્રકાર હોય છે. જેમાં લાલ ચીકણી ગુલરી, લાલ ગઠુઆ, હરીરા ગઠુઆ જેવા પ્રકારની પહેલી ઉપજ વાવણીના ૧૨૦-૧૩૦ દિવસ બાદ થાય છે. જ્યારે કરિયા હરીરાની પહેલી ઉપજ વાવણીના કમ સે કમ ૧૫૦ બાદ થાય છે.