તસવીરમાં જોવા મળ્યું જેહ અને શર્મિલા ટાગોરનું બોન્ડિંગ
મુંબઈ, તૈમૂરની જેમ કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ અલી ખાન પણ સોશિયલ મીડિયામાં પોપ્યુલર છે. પટૌડી પરિવારના સૌથી નાના અને ક્યૂટ સભ્યની તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. કરીના કપૂર, જેણે ૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ડેબ્યૂ કર્યું હતું તે પણ બંને દીકરા તૈમૂર અને જેહની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આ સિવાય સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાનનુ સોશિયલ મીડિયા હેન્ડલ જાેશો તો તેમાં પણ બંનેની તસવીરો જાેવા મળી રહેશે. સબાએ સોમવારે જેહની દાદી શર્મિલા ટાગોર સાથેની કેન્ડિડ તસવીર શેર કરી છે.
સબા અલી ખાને જે તસવીર શેર કરી છે, તેમા જેહને દાદી સાથે રમતો જાેઈ શકાય છે. આ પહેલી એવી તસવીર છે જેમાં જેહ અને દાદી એકસાથે દેખાઈ રહ્યા છે. સફેદ ટી-શર્ટ અને વાદળી પેન્ટમાં જેહ ક્યૂટ લાગી રહ્યો છે. જ્યારે શર્મિલા ટાગોરે શર્ટ અને ડેનિમ પહેર્યું છે. જેહ ઝાયલોફોન અને બૂક સાથે રમી રહ્યો છે. સબાએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે ‘બડી અમ્મા અને જેહ બાબા. બોન્ડ…ગ્રાન્ડપેરેન્ટ્સ હંમેશા સ્પેશિયલ હોય છે’. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. સોહા અલી ખાને કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે ‘સ્વીટ!!’.
જેહ અલી ખાન એક વર્ષનો થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં તેનો બર્થ ડે હતો. આ ખાસ દિવસે બેબોએ ટિમ ટિમ અને જેહની ક્યૂટ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું ‘ભાઈ મારા માટે રાહ જાે. હું આજે એક વર્ષનો થયો છું. આપણે સાથે દુનિયા જાેઈશું. ચોક્કસથી અમ્મા આપણી પાછળ-પાછળ આવશે. હેપી બર્થ ડે મારા જેહ બાબા…મારી જિંદગી…મારો દીકરો…મારો વાઘ’.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. મહામારી અને લોકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પાછળ ઠેલવવામાં આવી હતી. આ સિવાય કરીના કપૂર હંસલ મહેતા અને એકતા કપૂર સાથે પણ કામ કરવાની છે.SSS