તસ્કરો હિંસક બન્યા : મોબાઈલ ફોન લૂંટી યુવકને વાહન પાછળ ઢસડી માર માર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/ki12mobile.jpg)
કૃષ્ણનગરમાં બનેલો ચોંકાવનારો બનાવ : યુવાનની હાલત ગંભીર |
(પ્રતિનિધિ) અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ હદે કથળી છે કે અગાઉ ચોરી કરતાં તસ્કરો હાલમાં ખુલ્લેઆમ લુંટ ચલાવી રહયા છે આ દરમિયાન લુંટારૂઓ ગુનાઓને અંજામ આપવા માટે વ્યક્તિ પર હુમલો કરવામાં પણ ખચકાતા નથી. અગાઉ કેટલાંક બનાવોમાં લુંટારાઓ દ્વા શહેરીજનોને માર મારવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયાના બનાવો નોંધાયા છે.
આવો જ વધુ એક કિસ્સો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં વેપારી પોતાની દુકાન બંધ કરીને ઘરે જતો હતો ત્યારે તેનો પીછો કરતા બે લુંટારૂઓએ મોબાઈલ ફોન લુંટવાનો પ્રયત્ન કર્યો હતો જાકે વેપારીએ પ્રતિકાર કરતાં લુંટારૂઓએ તેમને ગડદાપાટુનો માર મારતાં ગંભીર રીતે ઘાયલ વેપારી હાલમાં હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી છે.
પ્રકાશ ઉર્ફે ચેતન ડબગર (ઉ.વ.ર૪) પહેલી લાઈન લક્ષ્મીચોક સૈજપુર બોઘા પાસે રહે છે અને બાપા સીતારામ ચોક સ્વામીનારાયણ મંદીર સામે પાનનો ગલ્લો ચલાવી વ્યાપાર કરે છે કેટલાંક દિવસો અગાઉ પ્રકાશભાઈ રાત્રે સાડા અગિયાર વાગ્યા બાદ પોતાનો પાનનો ગલ્લો બંધ કરીને મોટર સાયકલ ઉપર પત્નિ સાથે વાત કરતાં ઘર તરફ જઈ રહયા હતા ત્યારે એક અેક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને ઉભા રાખી પુછપરછકરી હતી બાદમાં બંને ત્યાંથી જતા રહયા હતા બાદમાં રાત્રે બાર વાગ્યાના સુમારે બંને ઈસમો ફરીથી અેક્ટિવા અેક્ટિવા લઈ તેમની નજીક આવ્યા હતા ત્યારે પ્રકાશભાઈ કૃષ્ણનગર ખોડીયાર માતાના મંદિર પાસે ઉભા રહી ફોનમાં વાત કરતા હતા. પાછળથી અચાનક જ આવેલા
આ શખ્સોએ પ્રકાશભાઈના હાથમાંથી મોબાઈલની લુંટ કરતા પ્રકાશભાઈએ લુંટારુઓનું અેક્ટિવા પાછળથી પકડી લીધું હતું જેથી ઉશ્કેરાયેલા ગુનેગારોએ અેક્ટિવા પુરપાટ ઝડપે ભગાવી મુકતા પ્રકાશભાઈ રોડ ઉપર ઘસડાતા પેટ, ઘુંટણ તથા સાથળ છોલાઈ ગયા હતા તેમ છતાં તેમણે અેક્ટિવા ન છોડતા બંને લુટારાએ તેમને ગડદાપાટુનો માર તથા લાતો મારતા પ્રકાશભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા
જયારે લુંટારૂ ત્યાંથી ભાગી છુટયા હતા પ્રકાશભાઈએ લોહીલુહાણ હાલતમાં બુમાબુમ કરતાં રાહદારીઓ તથા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ૧૦૮ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા જયાં ડોકટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે પોલીસે સિવિલમાં જઈ પ્રકાશભાઈની ફરીયાદ લીધી હતી અને બંને લુંટારુઓને ઝડપી લેવા ચકૃ ગતિમાન કર્યાં છે.