તહેરાન એરપોર્ટ નજીક યુક્રેનનું વિમાન તૂટી પડ્યુ
(પ્રતિનિધિ દ્વારા) તહેરાન, ઈરાનની રાજધાની તહેરાન એરપોર્ટથી ઉડાણ લેતી વખતે યુક્રેનનું વિમાન બોઈંગ ૭૩૭ ક્રેશ થવાના સમાચાર છે. બોઈંગ ૭૩૭ એરપોર્ટથી ઉડાણ લઈ હજુ તો ઝડપ વધારે છે ત્યાં વિમાનમાં કેટલીક ેટેકનિકલ ખામીને કારણે એરપોર્ટથી થોડુંક જ અંતે ક્રેશ થયાના સમાચાર મળે છે.
આ વિમાનમાં ૧૮૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. વિમાન ક્રેશ થતાં મુસાફરી કરી રહેલ મુસાફરોએ જીવ તાળવે ચોંટી ગયા હતા. સદ્દભાગ્યે કોઈ મુસાફરોને ઈજા થઈ નહોતી. વિમાન ક્રેશ થયા બાદ મુસાફરોને સહીસલામત રીતે ઉતારવામાં આવ્યા હતા.
વિમાન ક્રેશ થયાના સમાચાર મળતાં જ અધિકારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. તથા તપાસ શરૂ કરી હોવાના સમાચાર.
એક તરફ ઈરાન અમેરીકા વચ્ચે ભારે તંગદિલી પ્રવર્તિ રહી છે. એકબીજા બદલો લેવા તત્પર બન્યા છે. યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યાં જ વિમાન ક્રેશના સમાચારે અનેક તર્કવિતર્કો શરૂ થયા હતા. અમેરીકાના હુમલાએ તો વિમાન ટાર્જેટ નહીં બનાવ્યુ હોયને?? એરપોર્ટ ઓથોરીટી તરફથી જ્યારે માહિતી આપવામાં આવી કે વિમાન પર કોઈએ હુમલો કર્યો નથી. પરંતુ ટેકનિકલ ખામી સર્જાવાને કારણે વિમાન ક્રેશ થયુ છે. અને કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે લોકોનો આક્રોશ ઠંડો પડ્યો.
વિમાનમાં ૧૮ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાઃજાનહાનિના સમાચાર નથી.