Western Times News

Gujarati News

તહેવારના સમયે સિંગતેલ, કપાસિયાના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો ઝીંકાયો

Edible oil manufacturers will have to change labels by 15 January 2023

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોનાના બે વર્ષ બાદ માંડ લોકોને આ વર્ષે ઉત્સવ ઉજવણીનો લ્હાવો મળ્યો છે, ત્યાં મોંઘવારીએ માઝા મૂકી છે. ખરા તહેવાર સમયે જ જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ વધ્યા છે. ત્યારે દર અઠવાડિયે ખાદ્યતેલમાં થઈ રહેલો ભાવ વધારો લોકોનું ટેન્શન વધારી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દર સપ્તાહમાં ખાદ્યા તેલના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. જેને કારણે ઘરનું બજેટ ખોરવાયું છે. આજે ફરીથી પામોલિન તેલ, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા છે.

રાજકોટના તેલ બજારમાંથી આવેલા આજના ભાવ પર નજર કરીએ તો, પામતેલમાં ડબ્બામાં એક દિવસમાં ૯૦ રૂપિયાનો વધારો થયો છે. તો સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. પામતેલના ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૧૯૯૦ થી વધીને ૨૦૮૦ રૂપિયા પર પહોંચ્યો છે. તો સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૮૦૦ રૂપિયા પાર પહોંચ્યો છે.

કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૨૫૧૦ રૂપિયા થયો છે. તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જાેવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.

મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજાેમાં ભેળસેળ કે વાસી દાઝ્‌યુ તેલ વાપરવાનું જાેખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. તહેવારોની મોસમ આવી રહી છે.

આવામં ખાદ્ય તેલોના ભાવ સતત વધી રહ્યાં છે. જે મધ્યમવર્ગીય અને ગરીબ લોકોને પોસાય તેમ નથી. ત્યારે તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર રાજ્યના ૭૧ લાખ રાશન કાર્ડ ધારકોને રાહત આપી છે. રાજ્યના ૭૧ લાખ રાશન કાર્ડ ધારકોને ૧૦૦ રૂપિયા લિટરના ભાવે સિંગતેલ આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.