Western Times News

Gujarati News

તહેવારની સિઝનની વોલ્ટાસ 15 ટકા સુધી કેશબેક ઓફર આપશે

ઝીરો ડાઉન પેમેન્ટના વિકલ્પ સાથે સ્પેશ્યલ એક્સચેન્જ ઓફર પ્રસ્તુત કરી

વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના પસંદગીના ઉત્પાદનો પર 15 ટકા સુધી વિશેષ કેશબેક ઓફર
રૂ. 2000 જેટલા ઓછા લાભદાયક સરળ ઇએમઆઇ
રૂ. 12,000 સુધીના મૂલ્યની 5 વર્ષની વિસ્તૃત વોરન્ટી
રૂ. 599માં જ સ્પ્લિટ એસી માટે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન

એસી પર સ્પેશ્યલ એક્સચેન્જ ઓફરની મુખ્ય બાબતો

સમગ્ર ભારતમાં તમામ કાર્યરત એર કન્ડિશનર્સ પર એક્સચેન્જ ઓફર લાગુ

ઉપભોક્તાઓ વોલ્ટાસ સ્પ્લિટ, વિન્ડો અને ઇન્વર્ટર એર કન્ડિશનર્સ માટે ઝીરો ડાઉન પેમેન્ટ માટે કોઈ પણ ટનેજના ચાલુ એર કન્ડિશનર એક્સચેન્જ કરી શકે છે

મુંબઈ, ભારતમાં એર કન્ડિશનર્સ માટે નિર્વિવાદ રીતે માર્કેટ લીડર વોલ્ટાસ લિમિટેડએ સમગ્ર ભારતમાં એના ગ્રાહકો માટે એની ‘ગ્રાન્ડ મહોત્સવ ઓફર 2021’ની જાહેરાત કરી હતી. આ ઓફર ભારતમાં તમામ અધિકૃત ડિલર્સમાં 10 નવેમ્બર, 2021 સુધી માન્ય રહેશે.

વોલ્ટાસ અને વોલ્ટાસ બીકોના અન્ય ઉત્પાદનો પર અન્ય ‘ગ્રાન્ડ મહોત્સવ’ ઓફર્સઃ

·          રૂ. 12,000ના મૂલ્ય સુધી 5 વર્ષ સુધીની વિસ્તૃત વોરન્ટી

·          એનબીએફસી દ્વારા રૂ. 2000 જેટલા ઓછા હપ્તે લાભદાયક સરળ ઇએમઆઇ

·          રૂ. 599ના સ્પ્લિટ એસીનું સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન

·          ઓલ ગ્રાન્ડ મહોત્સવ ઓફર 10 નવેમ્બર, 2021 સુધી લાગુ

·         વોલ્ટાસ એસી, એર કૂલર્સ, એર પ્યોરિફાયર્સ અને વોલ્ટાસ બીકોના રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનો, માઇક્રોવેવ્સ અને ડિશવોશર્સ પર પસંદગીના ધોરણે લાગુ

ઊર્જાદક્ષ અને ટેકનોલોજીની રીતે અદ્યતન એર-કન્ડિશનર્સમાં અપગ્રેડ થવા લોકોને પ્રોત્સાહન આપવા વોલ્ટાસે આ તહેવારની સિઝન દરમિયાન સ્પેશ્યલ એક્સચેન્જ ઓફર પ્રસ્તુત કરી છે.

આ યોજના મારફતે ગ્રાહકો તેમના કોઈ પણ ક્ષમતા ધરાવતા જૂનાં એર કન્ડિશનરને બ્રાન્ડ ન્યૂ વોલ્ટાસ એર કન્ડિશનર માટે એક્સચેન્જ કરી શકે છે. આ ઓફર વોલ્ટાસના સ્પ્લિટ, વિન્ડો અને ઇન્વર્ટર એર કન્ડિશનર્સની રેન્જ માટે લાગુ છે તથા એનો લાભ વોલ્ટાસના અધિકૃત ચેનલ પાર્ટનર્સ અને એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ દ્વારા મળી શકે છે.

વર્ષના આ પવિત્ર ગાળા દરમિયાન પોતાના ઉત્પાદનોની સુલભતા વધારવાના પ્રયાસ સ્વરૂપે વોલ્ટાસ અને વોલ્ટાસ બીકો પસંદગીની ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર 15 ટકા સુધીની કેશબેક ઓફર અને એનબીએફસી દ્વારા રૂ. 2000 જેટલા ઓછા સરળ ઇએમઆઇની ઓફર સહિત વિવિધ ધિરાણ ઓફર પ્રદાન કરે છે.

ઉપરાંત વોલ્ટાસ હોમ અપગ્રેડેશન માટે ખરીદીને પ્રોત્સાહન આપવા અને તહેવારની ભેટસોગાદ માટે ખરીદીને પ્રોત્સાહન આપવા પાંચ વર્ષ માટે રૂ. 12,000ના મૂલ્ય સુધીની વોરન્ટી પણ ઓફર કરે છે. કંપનીએ સ્પ્લિટ એસી માટે સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન પર એક્સક્લૂઝિવ ઓફર પણ પ્રસ્તુત કરી હતી. ઉપભોક્તાઓ ફક્ત રૂ. 599માં તેમના સ્પ્લિટ એસી ઇન્સ્ટોલ કરી શકે છે.

આ પ્રસંગે વોલ્ટાસ લિમિટેડના એમડી અને સીઇઓ શ્રી પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે, “કૂલિંગ ઉત્પાદનો અને હોમ ઉપકરણ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ્સ પૈકીની એક તરીકે અમારો ઉદ્દેશ નવીન ઉત્પાદનો પ્રદાન કરીને અમારા ગ્રાહકોના જીવનમાં અર્થપૂર્ણ રીતે સુધારો લાવવાનો અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો છે, જે તેમના રોજિંદા ભારણને સરળ કરીને ઘટાડશે.

તહેવારની આ સિઝનમાં અમે તહેવારની આયોજન વચ્ચે તેમની કૌટુંબિક ભારણ ઘટાડવામાં મદદરૂપ થવા ઇચ્છીએ છીએ, જે અમારા ગ્રાહકોની વર્તમાન જરૂરિયાતોને સૌથી વધુ અનુકૂળ છે અને આ રોમાંચક ઓફર પ્રદાન કરે છે. અમે આત્મનિર્ભરતાના વિચારને પ્રોત્સાહન આપીશું

અને દેશની અંદર અમારા અદ્યતન ઉત્પાદનો બનાવવા પર ગર્વ અનુભવીએ છીએ. ભારતમાં તહેવારો નવેસરથી શરૂ થઈ રહ્યાં હોવાથી અમે અમારી ગ્રાહક-કેન્દ્રિત ઓફરો સાથે તહેવારોની ચમક વધારવા ઇચ્છીએ છીએ, જેનો લાભ અમારા ચેનલ પાર્ટનર્સ લઈ શકે છે.”

ગ્રાન્ડ મહોત્સવ ઓફર 1 ઓક્ટોબર, 2021થી શરૂ થશે અને 10 નવેમ્બર, 2021 સુધી વોલ્ટાસના તમામ ડિલર્સ અને સ્ટોર્સ તેમજ નવા લોંચ થયેલા ઓનલાઇન વેબ સ્ટોર www.voltaslounge.com પર એક્સક્લૂઝિવ રીતે ઉપલબ્ધ થશે – જે વોલ્ટાસ કે વોલ્ટાસ બીકો ઉત્પાદનોની ખરીદી કરવા ગ્રાહકો માટે વન સ્ટોપ સોલ્યુશન છે.

પોતાની ‘સ્માર્ટ થિંકિંગ’ ફિલોસોફીના ભાગરૂપે વોલ્ટાસ દેશમાં સૌથી વધુ વિતરણની પહોંચ ધરાવે છે, જેમાં છેલ્લાં 10 વર્ષમાં અનેકગણો વધારો થયો છે અને અત્યારે 24,000થી વધારે કન્ઝ્યુમર ટચ પોઇન્ટ ધરાવે છે. વોલ્ટાસ કેટેગરીમાં સૌથી વધુ એક્સ્ટ્રેક્શન (કાઉન્ટર શેર) પણ ધરાવે છે, જે એને શોપ ફ્લોર પર સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ બનાવે છે.

અત્યારે વોલ્ટાસ 170થી વધારે એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (EBOs) પણ ધરાવે છે અને નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં ઘણા વધુ EBOsપ્રસ્તુત કરવાની યોજના ધરાવે છે. તાજેતરમાં કંપનીએ સમગ્ર દેશમાં ટિઅર 1, 2 અને 3 શહેરોમાં કેટલીક બ્રાન્ડ શોપ પ્રસ્તુત કરી છે,

જેથી આ બજારોમાં ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ કરી શકાય તથા તેમને ઉત્પાદનોની શ્રેષ્ઠ અને ટેકનોલોજીકલ અદ્યતન રેન્જનો અનુભવ મેળવવા સક્ષમ બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.