Western Times News

Gujarati News

તહેવારમાં ગેસ અને રોકડની કટોકટી વધી જવાના એંધાણ

એલપીજી ઉપલબ્ધ કરાવનાર કંપનીઓના સિલિન્ડર પર પાંચથી ૧૦ દિન વેટિંગઃ સિલિન્ડરના વિતરણમાં વિલંબ

નવીદિલ્હી, દેશમાં દશેરાની સાથે જ તહેવારની સિઝન હવે જારદાર રીતે શરૂ થઇ ચુકી છે અને તહેવારની સિઝન છેક દિવાળી સુધી ચાલનાર છે. આવી સ્થિતિમાં તહેવારો પર આ વખતે રાંધણ ગેસ અને રોકડની કટોકટી વધી શકે છે. તહેવારો પર સિલિન્ડરની કમી ઉભી થઇ શકે છે. થોડાક દિવસ પહેલા સાઉદી અરામકોના પ્લાન્ડ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદ એલપીજી સપ્લાયને માઠી અસર થઇ ચુકી છે. ભારતને પણ આની અસર થઇ રહી છે. નવરાત્રીની ધુમ હવે દેશમાં પૂર્ણ થઇ છે અને દશેરાની ઉજવણી કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં હવે ધનતેરસ અને દિવાળી જેવા મોટા તહેવાર આવનાર છે. આવી સ્થિતિમાં સિલેન્ડર,ડીઝલ અને પેટ્રોલ તેમજ કેશની વધારે કટોકટી રહેનાર છે. એમ જાવામાં આવે છે કે એલપીજી ઉપલબ્ધ કરાવનાર કંપનીઓની પાસે એક એક સપ્તાહથી વધારે સમયથી હાલમાં વેટિંગ ગાળો ચાલી રહ્યો છે. બીજી તરફ તહેવારો પર બેંકોની રજા વધારે હોવાના કારણે એટીએમમા પણ નાણાંકીય કટોકટી ઉભી થઇ શકે છે.

એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવનાર કંપનીઓનુ કહેવુ છે કે એલપીજી સિલિન્ડર પર પાંચથી દસ દિવસ માટે વેટિંગ ગાળા ચાલી રહ્યો છે. કંપનીઓનુ કહેવુ છે કે સપ્લાય ઉપરથી પ્રભાવિત હોવાના કારણે સિલિન્ડર વિતરણમાં ભારે વિલંબ થઇ રહ્યો છે. જેના કારણે ઉપભોક્તા વર્ગને પરેશાની થઇ રહી છે. ગયા મહિનામાં જ સાઉદી અરબની સરકારી કંપની સાઉદી અરામકોના પ્લાન્ટ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા બાદથી વિશ્વને સપ્લાય પર માઠી અસર થઇ રહી છે. સ્થિતિ હજુ પણ સામાન્ય બની નથી. ડ્રોન હુમલા બાદ દેશમાં સપ્લાય પર માઠી અસર થઇ છે. કારણ કે ભારત એલપીજીના કુલ વપરાશ પૈકી ૪૮.૫૯ ટકા પુરવઠો આયાત મારફતે કામ ચલાવે છે. તહેવારની સિજનમાં બેંકોની રપજા હોવાના કારણે એટીએમમાં પણ નાણાંકીય કટોકીટ ઉભી થઇ શકે છે.

આના કારણે એટીએમ પર ભીડ વધશે. આના કારણે કેશની કમી થઇ શકે છે. કેટલાક શહેરોમાં તહેવારની સિઝનની ધુમ પહેલાથી જાવા મળી રહી છે. આના કારણે હવે તહેવાર પર કેશની કમી હોઇ શકે છે. કેટલાક શહેરોમાં તો લોકો એટીએમમાંથી વધારે નાણાં ઉપાડી લેતા હોય છે. કારણ કે એટીએમમાં તો એક ચોક્કસ સમય બાદ જ નાણાં ભરવામાં આવે છે. ઓક્ટોબર મહિનાથી એલપીજીની કિંમતોમાં વધારો થઇ ચુક્યો છે. સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં દિલ્હી સહિત તમામ જગ્યાએ વધારો થયો છે. ક્રુડ ઓઇલની કિંમતમાં પણ ફરી એકવારપ ભડકો થઇ રહ્યો છે.તહેવાર પર કોઇ પણ પ્રકારની કટોકટી ન થાય તે માટે સરકાર પોતાના સ્તર પર કામ કરી રહી છે. તહેવારમાં એકાએક માંગ હમેંશા વધી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.