તહેવારોના દિવસોમાં જાે ખાવામાં મર્યાદા ન રહે તો ?
હવે તહેવારોની સિઝન ચાલુ થશે. પ્રસાદ રૂપે અને મહેમાનગતિના ભાગરૂપે જાતજાતની મીઠાઈઓ ખાવાની થશે. ગુલાબજાંબુ, બરફી, જલેબી, લાડવા, કાજુકતરી વગેરે મીઠાઈ ખાવાથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશર વધી જવાનો ડર રહેશે. આ જાેખમ ટાળવાના ઉપાય આ રહ્યાં.
ઉપવાસમાં ખાસ ધ્યાન રાખો કે ૧૦ થી ૧ર કલાક ભુખ્યા-તરસ્યા ન રહો. ફરાળી એટલે કે ફળફળાદિ, સૂકો મેવો, જ્યૂસ વગેરે લેતા રહો. પાણી તો દર અડધા કલાકે બે-પાંચ ઘૂંટ પીતા રહો. ઉપવાસ વખતે ખાવામાં કોઈ જાતની મીઠાઈ બિલકુલ ન લો. વધારે પ્રોટીન ધરાવતાં અને ચરબીવાળા ઘી-તેલ જેવા પદાર્થ ઉપવાસ છોડ્યા પછી પણ ન લો. ઉપવાસના કારણે પાચનતંત્રમાં તથા શરીરની ઉર્જાની માંગમાં વધારો થઈ ગયો હોય છે. એ વખતે ફળ અને સુકામેવા જેવા પચવામાં હળવા અને પોષક તત્વો ધરાવતા પદાર્થો જ ખાવામાં લો.
ઉપવાસ પછી અકરાંતિયાની જેમ ન ખાવ –ઉપવાસ છોડ્યા પછી ભૂખ શમાવવા માટે જમવાનું થાય તો કોઈપણ જાતની વાનગીઓ હોય તેને મર્યાદામાં જ ખાવ. પેટ ભરીને અથવા એથીય વધારે પ્રમાણમાં ખાવાનું ટાળો. શરૂઆત ઓછા ખોરાકથી જ કરોફ પછી ભલે બે-ત્રણ કલાકે ફરી હળવો નાસ્તો કરો થોડું થોડું બે-ત્રણ વખત ખાવાથી પાચન સરળ રહે છે. મગજને સંકેત મળે છે કે હવે ખોરાક નિયમિત આવવાનો છે. એટલે ચરબી બનાવીને સંઘરવાની સ્વિચ ઓન ન થાય. એક વખત એ સ્વિચ ઓન થઈ જાય તો શરીરમાં ચરબી બનીને જામવાની શરૂઆત થઈ જાય છે.
લન્ચ-ડિનરમાં હલકો ખોરાક લો તહેવારના આ દિવસોમાં મીઠાઈઓ, ભજિયાં, દાળવડા, સમોસા વગેેરે ખાવાના થાય તો બપોરના લન્ચ અને રાત્રે ડિનરમાં માત્ર સલાડ, ઓટ્સ અથવા ઘઉંના ફાડા જેવી વાનગીઓ ખાવ જેથી કેલરી વધી ન જાય. આ વાનગીઓ પોષણ આપે છે, પરંતુ તેમાં શર્કરા કે ચરબી બિલકુલ હોતાં નથી. એટલે મહેમાન બનીને મીઠાઈ, તળેલી વાનગીઓ વગેરે ખાવા છતાં તમારૂં વજન વધશે નહીં.
પ્રવાહી પીતા રહેવું ખૂબ જરૂરી –ઉપવાસ હોય ત્યારે તો દર અડધા કલાકે ચાર-પાંચ ઘૂંટ પાણી પીવાનુું ભૂલશો જ નહીં. ઉપવાસ ન હોય એવા દિવસે પણ આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહો. યાદ રહે, સાદું પાણી પીતા રહેવાથી શરીરમાંથી ટોક્સિન ધોવાતા રહેશે. તેથી ચરબી જામવાની શક્યતા સાવ નહીવત થઈ જશે. સતત પાણી પીતા રહેવાનું ન ફાવે તો વચ્ચે નારિયેળનું પાણી, છાશ, લીંબુ પાણી, વગેરે પણ પી શકો છો.
કસરત કરવી પણ જરૂરી જાતજાતની મીઠાઈઓ અને તળેલિ વાનગીઓ ખાવાથી શરીમાં થોડીઘણી ચરબી તો એકઠી થવાની જ! સાવધાની રાખવાથી ચરબી સાવ ઓછી જામશે. એટલી ચરબીને પણ દૂર કરવી હોય તો આખો દિવસ કોઈને કોઈ એવાં કામ કરતા રહો કે શરીરના બધા સ્નાયુઓને શ્રમ પડતો રહે.
ચાલવાનું કામ વધારે કરશો તો થાક ઓછો લાગશે અને ચરબી વધારે બર્ન થતી રહેશે. સમય હોય અને ફાવતું હોય તો સ્કવાટ્ર્ર્ઝ કરવા કે દોરડાં કૂદવા જેવી કસરત પણ કરી શકો છો. જાે કોઈ જાતની કસરત કરવાની ટેવ ન હોય તો આ દિવસોમાં કસરત ચાલુ ન કરશો,
કારણ કે સાવ કસરત ન કરતા હોવ અને અચાનક કસરત ચાલુ કરો તો આઠ-દસ દિવસ શરીરના સ્નાયુઓમાં હળવો દુખાવો થયા કરે છે. એ દુખાવો નુકસાન નથી કરતો, સ્વાભાવિક છે સ્નાયુઓ રિપેર થતા રહે અને મજબૂત બનતા રહે એ ક્રિયાના કારણે દુખાવો થતો રહે છે. તહેવારના દિવસોમાં આવું થાય તો તમને મજા નહીં આવે.
તહેવારો માટે હેલ્ધી નાસ્તા બનાવવાનું રાખો તહેવારો માટે મીઠાઈ વગેરે બનાવી રહ્યાં હોવ તો તમે પોતે જ હેલ્ધી નાસ્તા બનાવવાની શરૂઆત કરો. તમારૂં જાેઈને બીજાઓ પણ આપોઆપ એ ટ્રેન્ડ અપનાવી લેશે. એના પરિણામે બધા એકબીજાના ઘેર મહેમાન થઈ જાઓ તો હેલ્ધી નાસ્તા જ ખાવાના થશે. આવા નાસ્તા શું હોઈ શકે ?
રોસ્ટેડ પીનટ્સ (વધારેલી અથવા કેશેલી શિંગ, કાજુ, બદામ, પિસ્તાં વગેરે) ગ્રિલ્ડ પનીર ટીક્કા, રોસ્ટેડ વેજ કબાબ, લેટિન ચાટ, રવા ઈડલી,કટલેટ અને ફ્રૂટ સલાડ જેવી વાનગીઓ હેલ્ધી પણ રહેશે અને મહેમાનોને પણ ગમશે.
ડાયાબિટીસ હોય તો શું કરશો? જાે તમે ડાયાબિટીસ હોય તો તમારે સિંગતેલને બદલે નારિયેળના તેલમાંથી બનાવેલી મીઠાઈઓ નાસ્તામાં લેવી. ખાંડને બદલે ગોળ, મધ, ખજૂર વગેરે ગળપણ નાસ્તામાં વાપરો. દૂધને બદલે સોયા મિલ્ક, નારિયેળ મિલક, બદામ મિલ્ક, અથવા પીનટ મિલ્ક વાપરવાનું રાખો. આ મીઠાઈઓ ખાવાથી સુગરનું લેવલ કન્ટ્રોલમાં રહેશે. ડાયાબિટીસ વકરવાનો ડર નહીં રહે.
જમ્યા પછી ચાલવાનું રાખો તહેવારના આ દિવસોમાં ગમે તેટલું ધ્યાન રાખો તો પણ ન ખાવાની વિસ્તુઓ ખવાઈ જ જશે. એના નુકસાનથી બચવા માટે રાત્રે જમ્યા પછી જરાય ચૂક્યા વગર ઓછામાં ઓછું ૧પ-ર૦ મિનિટ ચાલવાનું રાખો. એમ કરવાથી પાચનમાં મદદ મળશે અને તમને સારી, નિરાંતની ઉંઘ આવશે.
બીજાે ફાયદો એ થશે કે આ બધું ખાવા છતાં તમારૂં વજન પણ કન્ટ્રોલમાં જ રહેશે. એમાં એક સાવધાની રાખવી જરૂરી છે. જાે તમે બિલકુલ ન ચાલતા હોવ તો ચાલવાની શરૂઆત માત્ર પાચ મિનિટથી જ કરવી. અઠવાડિયું પાંચ મિનિટ ચાલ્યા પછી સાત મિનિટ ચાલવું, એક અઠવાડિયું સાત મિનિટ ચાલ્યા પછી દસ મિનિટ ચાલવું એમ ક્રમે ક્રમે સમય વધારવો.