તહેવારોના પર્વમાં ફરસાણ-મીઠાઈની દુકાનો પર તવાઈ બોલાવવા ફૂડ-ડ્રગ્સ વિભાગ સજ્જ
(પ્રતિનિધિ) અમદાવાદ, દશેરાને હવે ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ દિવાળી પર્વને ઝાઝો સમય નથી. ૧૧ નવેમ્બરથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જશે લોકો ખાવાપીવાની ચીજવસ્તુઓ લેવા ઉમટી પડશે ત્યારે જે ખાદ્ય ચીજવસ્તુઓ- મીઠાઈનું વેચાણ થનાર છે તેની ગુણવત્તા તથા સરકારે જાહેર કરેલ સ્ટાન્ડર્ડ નિતિ-નિયમોનું પાલન થાય છે કે નહી તેની તપાસ કરવા માટે રાજય સરકારનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સજ્જ થઈ ગયુ છે પહેલા દશેરાનો પર્વ આવનાર છે તેથી ફાફડા-જલેબીનું વેચાણ કરતી તમામ ફરસાણની દુકાનો પર તપાસ કરાશે. ખાસ તો ફાફડા- જલેબી એકનું એક તેલ-ઘી વપરાશમાં લેવાતુ નથી તેની તપાસ કરાશે.
જયારે સોશિયલ ડીસ્ટન્સ સાથે માસ્ક પહેરીને લોકો ખરીદી કરી રહયા છે તે પણ જાેવાશે. જરૂર પડે સ્થાનિક પ્રશાસનની ટીમો દંડનાત્મક કાર્યવાહી કરશે તો સાથે સાથે મીઠાઈના વહેપારીઓને ત્યાં પણ તવાઈ બોલાવાશે કેન્દ્ર સરકાર દ્વારા મીઠાઈઓના વેચાણમાં ‘બેસ્ટ બી ફોર’નું ટેગ લગાવવામાં આવ્યુ છે કે કેમ ?? તેની વિશેષ તપાસ કરાશે બેસ્ટ- બી-ફોરના ટેગ નહી મારનાર વેપારીઓ સામે કાર્યવાહી કરાશે. ટૂંકમાં જ રાજય સરકારનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ફરસાણ-મીઠાઈની દુકાનોમાં અચાનક ત્રાટકશે. સ્વાભાવિક છે કે તેની સાથે સ્થાનિક પ્રશાસનની ટીમો પણ જાેડાઈ શકે છે દિવાળી પહેલા લોકોના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તે હેતુથી ફૂડ- ડ્રગ્સ વિભાગ તપાસ હાથ ધરે છે.