તહેવારોના સમયે વિરપુરના ખાંટા ગામે દિપડો દેખાતા પ્રજામાં ફફડાટ ફેલાયો
મહિસાગર: મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુરના ખાટા ગામે કપાસના ખેતરમાં દીપડો દેખા દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વિરપુર ના ખાટા ગામની સીમમાં આવેલ તબેલા પાછળ કપાસના ખેતરમાં સાંજના ચાર વાગ્યાની સુમારે કમલેશભાઈ અને અરવિંદભાઈ વાતો કરતા હતા.
તે દરમિયાન કમલેશભાઈને તેમના કપાસના ખેતરમાં માંથી કંઈક અવાજ આવતા ખેતરમાં જોતાજ તેમનાથી દશ ફૂટ દૂર દીપડો દેખા દેતા કમલેશભાઈએ ફોટો પાડી ગામ લોકોને જાણ કરતા ગામમાંથી પચાસ સાહીઠ લોકો તબેલા પર આવી પહોંચ્યા હતા બાદમાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા સ્થાનિક તંત્ર દિપડાની શોધમાં ઘટના સ્થળે દોડી આવ્યા હતાં કપાસના ખેતરમાં તપાસ કરી હતી તેમજ આજુબાજુના ખેતરોમાં પણ ગામ લોકો ફરી વળ્યાં હતા પરંતુ સાંજના છ વાગતા અંધારું થઇ જતા ફોરેસ્ટ દ્વારા ગ્રામજનોને હવે પછી ફરી દીપડો દેખાય તો જાણ કરવાનું જણાવાયું છે પરંતુ ગામની સિમ સુધી દીપડો આવી પહોંચતા ગ્રામજનો માં ભય ફેલાયો છે.