Western Times News

Gujarati News

તહેવાર નજીક છે ત્યારે ડુંગળી-ટામેટાના ભાવ આસમાને

અમદાવાદ, દિવાળીનો તહેવાર હવે નજીક છે ત્યારે ડુંગળી-ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. અમદાવાદમાં ડુંગળી ૫૦થી૬૦ રૂપિયે કિલો વેચાય છે. જ્યારે ૧ કિલો ટામેટાંનો ભાવ ૭૦થી૮૦ રૂપિયા છે. ટામેટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.

માર્કેટના સૂત્રો ભાવવધારા પાછળ કમોસમી વરસાદ હોવાનું કહી રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષની સ્થિતિ જાેઈએ તો દિવાળીના તહેવારો પહેલા ડુંગળી અને ટામેટાના ભાવમાં ભડકો થાય જ છે. ડિસેમ્બરના અંતથી લઈને જાન્યુઆરી સુધી ભાવ આસમાને રહે છે.

છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવ ૫૦-૬૦ રૂપિયા કિલો ચાલી રહ્યા છે. હવે ટામેટાના ભાવમાં પણ લાલઘૂમ તેજી જાેવા મળી છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ લોકોને ચિંતામાં મૂકી રહ્યા છે ત્યારે બીજી તરફ શાકના ભાવ વધતાં લોકો માટે દાઝ્‌યા પર ડામ જેવી સ્થિતિ થઈ છે. બજારના સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા ૩-૪ દિવસમાં જ ટામેટાના ભાવ બમણાં થયા છે.

દિવાળી પહેલા મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ થતાં માર્કેટમાં ટામેટાની આવક ઘટી છે. જેની સીધી અસર કિંમતો પર વર્તાઈ રહી છે. છૂટક બજારોમાં દિવાળી પહેલા ટામેટાં ૩૦થી ૪૦ રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા. જે હાલ વધીને ૭૦-૮૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે. ૧૬ ઓક્ટોબરથી ભાવમાં ક્રમશઃ વધારો થયો હતો અને તેની સાથે જ બજારમાં ટામેટાંની આવક પણ અડધી થઈ ગઈ હોવાનો દાવો વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

છૂટક શાકભાજીના વેપારી અમૃતભાઈએ સ્થાનિક અખબારને જણાવ્યું કે, ટામેટાની આવક હાલ ઘટી છે. તેનું મુખ્ય કારણ છે મહારાષ્ટ્રમાં ટામેટાનું ઉત્પાદન કરતાં વિસ્તારો જેવા કે, કોલ્હાપુર, સોલાપુર, સતારા, સાંગલી અને પુણેમાં થયેલો વરસાદ છે. ઓક્ટોબરની શરૂઆતમાં ટામેટાનો હોલસેલ ભાવ સરેરાશ ૩૮૦૦ રૂપિયે ક્વિન્ટલ હતા, જે અત્યારે વધીને ૬,૦૦૦ રૂપિયે ક્વિન્ટલ થયા છે.

હોલસેલમાં થયેલા ભાવવધારાની અસર છૂટક બજારમાં જાેવા મળી રહી છે. એક કિલો ટામેટાનાં ભાન ૪૦ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા થઈ ગયા છે. વેપારીઓનું કહેવું છે કે, મહારાષ્ટ્રના સંગમ નહેરથી આવતો માલ ઓછો થયો છે. શહેરમાં રોજ ૨૫ ટ્રક ટામેટાં ઠલવાય છે. જેની સામે અત્યારે ૧૨-૧૫ ટ્રક ભરીને જ ટામેટા આવે છે. આ તરફ કમોસમી વરસાદના લીધે ડુંગળીની આવક પર પણ અસર થઈ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.