Western Times News

Gujarati News

તાંડવ વેબસિરિઝના મેકર્સને સુપ્રીમમાંથી પણ રાહત ન મળી

અલગ-અલગ રાજ્યોમાં આ વેબ સીરિઝ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે એફઆઈઆર દાખલ

નવી દિલ્હી,  વેબ સીરિઝ ‘તાંડવ’ના કલાકાર અને મેકર્સને બુધવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી શકી નથી. સુપ્રીમ કોર્ટે ‘તાંડવ’ના એક્ટર ઝીશાન અયૂબ સહિત મેકર્સની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરતા કહ્યું કે આ રાહત માટે તેમને હાઈકોર્ટ જવું પડશે. સૈફ અલી ખાનના મુખ્ય રોલવાળી વેબ સીરિઝ ‘તાંડવ’ પર વિવાદ વધતો જ જાય છે.

અલગ-અલગ રાજ્યોમાં આ વેબ સીરિઝ વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો તેમજ જાતિવિષયક શબ્દોનો પ્રયોગ કરવા માટે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. બુધવારે કેસની સુનાવણી કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ફિલ્મના કલાકારોને એફઆઈઆરમાંથી રાહત આપવાનું અથવા તો વચગાળાના જામીન આપવાની ના પાડી છે.

કોર્ટે એ પણ કહ્યું કે બંધારણમાં આપવામાં આવેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા અસીમિત નથી. સુપ્રીમ કોર્ટમાં ‘તાંડવ’ના મેકર્સ અને એક્ટર્સ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમના વિરુદ્ધ દાખલ થયેલા કેસમાં રાહત આપવા અને વચગાળાના જામીન માટેની માગણી કરવામાં આવી હતી.

આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ અશોક ભૂષણની બેંચે કોઈપણ રાહત આપવાનો ઈન્કાર કર્યો અને અરજીકર્તાઓને હાઈકોર્ટમાં અરજી કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીકર્તાઓ તરફથી વરિષ્ઠ વકીલ ફલી એસ નરીમન, મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લૂથરાએ તર્ક રજૂ કરતા કોર્ટ સમક્ષ અર્ણબ ગોસ્વામીના કેસનું ઉદાહરણ આપ્યું હતું.

લૂથરાએ કોર્ટને કહ્યું કે સીરિઝના ડિરેક્ટરનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને શું આ રીતે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા થશે. જેના જવાબમાં બેંચે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અસીમિત નથી અને કેટલીક ઘટનાઓમાં તેના પર પ્રતિબંધ પણ લગાવી શકાય છે.

ફલી એસ નરીમને પોતાનો તર્ક રજૂ કરતા કહ્યું કે ડિરેક્ટરે બિનશરતી લેખિત માફી માગી છે અને વિવાદિત દ્રશ્યોને હટાવ્યા છે, જે પછી પણ ૬ રાજ્યોમાં તેમની સામે અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેના જવાબમાં જસ્ટિસ ભૂષણે કહ્યું કે, ‘જાે તમે એફઆઈઆરને રદ કરવા ઈચ્છો છો તો રાજ્યોના હાઈકોર્ટની શરણમાં શા માટે નથી જતાં?’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.