તાંડવ વેબ સિરિઝથી રામ કથાકાર મોરારીબાપૂ પણ નારાજ
પ્રયાગરાજ, તાંડવ વેબ સિરિઝમાં હિન્દુ ધર્મની લાગણી દુભવતા દ્રશ્યો સામે આખા દેશમાં તો રોષ છે જ પણ જાણીતા રામકથાકાર મોરારીબાપૂએ પણ આ વેબ સિરિઝને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
પ્રયાગરાજમાં માઘ મેળામાં પહોંચેલા મોરારી બાપૂએ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં આ પ્રકારે સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિને લઈને કોઈ મજાક ના ઉડાવે તે માટે નક્કર કાર્યવાહી કરવી જરુરી છે.આ એક ખોટી પરંપરા શરુ થઈ છે અને તેને અટકાવવી જ પડશે.
મોરારી બાપૂએ કહ્યુ હતુ કે, આપણો ધર્મ ઉદાર છે પણ તેનો અર્થ એ નથી થતો કે કોઈ પણ વ્યક્તિ તેનો ગેરલાભ ઉઠાવે.
ખેડૂત આંદોલન અંગે તેમણે કહ્યુ હતુ કે, મને આશા છે કે, આ આંદોલનનો વહેલી તકે ઉકેલ આવશે.સાથે સાથે તેમણે કોરોનાની વેક્સીન અંગે કહ્યુ હતુ કે, લોકોએ કોઈના કહેવાથી ગેરમાર્ગે દોરાવુ જોઈએ નહી અને દેશના વડાપ્રધાન તેમજ દેશના વૈજ્ઞાનિકોનો ભરોસો કરવો જોઈએ અને તમામે કોરોનાની રસી મુકાવી જોઈએ.
તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલી તૈયારીઓ અને સુવિધાઓને લઈને પણ યોગી સરકારના ભરપૂર વખાણ કર્યા હતા.