તાંડવ સામે FIR થતા સરકાર પણ હરકતમાં આવી
નવી દિલ્હી, એમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ તાંડવ ને લઈ લખનઉમાં થયેલ એફઆઈઆરને લઈને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશ પોલીસના ૪ અધિકારીઓ કાર્યવાહી માટે મુંબઈ જવા રવાના થયા છે. વેબ સીરિઝના ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ સાથે તેઓ પુછપરછ કરી શકે છે.
તાંડવ પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. અને દેશભરમાં તેની સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. અને દેશમાં અનેક જગ્યાઓએ તેની સામે ફરિયાદ નોંધવાની માગ કરાઈ રહી છે. તાંડવ વેબ સીરિઝના વિવાદને લઈ દિલ્હીમાં આજે સૂચના પ્રસારણ મંત્રાલયમાં બેઠક થઈ હતી. સરકાર અગાઉ જ જાહેર કરી ચૂકી છે કે ઓટીટી પ્લેટફોર્મ પર રેગ્યુલેશન કોડ બનાવવામાં આવે. મંત્રાલયના સુત્રોએ કહ્યું કે, જાે આ ફિલ્મો ટીવી કે થિયેટરમાં લોન્ચ થતી તો તેઓને સીબીએફસી અને કેબલ ટીવી રેગ્યુલેશન એક્ટનું પાલન કરવું પડતું.