તાંત્રિકે પ્રસાદ ખવડાવી મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું
સુરત: સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામ ખાતે રહેતી યુવતી પરિવારને સાડીમાં સ્ટોન લગાડીને આર્થિક રીતે મદદ કરતી હતી.
જોકે તેનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને તેના પરિચિત દ્વારા તેને એક તાંત્રિક પાસે વિધિ કરવા માટે જાણકારી આપવામાં આવી હતી. જેને લઈને પોતાનો વેપાર સારો ચાલે તે માટે આ યુવતીનો પરિવાર ૨૦૧૭માં વડોદરાનો તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે.
એટલે ૨૦૧૭માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવાયો હતો. તે યુવતીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી યુવતીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા.
સૌથી છેલ્લે યુવતી પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો, અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. એમ કહીને યુવતીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેની પર વિધી કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી યુવતી બેહોશ થઈ ગઈ હતી. યુવતીના આક્ષેપ મુજબ તે બેહોશ થઈ ત્યારે હિરેને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. જોકે ઘટનાની જાણકારી મળતા યુવતીએ પોતાની આબરૂ બચાવી લેવા તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું, ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું.
યુવતીના પરિવારે યુવતીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો યુવતીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં યુવતીએ તાંત્રિક સાથે લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે. જેથી ૨૦૧૯માં ડિવોર્સ લઈ લીધા હતા. જોકે આ તાંત્રિક વિરુદ્ધ હાલમાં ભાવનગર ખાતે એક મહિલા દ્વારા બળાત્કારની ફરિયાદ કરવામાં આવી તેવું આ યુવતીને ખબર પડતા આ યુવતીએ હિંમત કરી આ તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સુરતના કતારગામ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આ મેં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.