તાંત્રિકે બાળકનું અપહરણ કર્યા બાદ શ્વાસ રુંધાતા મોત

ગોરખપુર, ઉત્તર પ્રદેશની ગોરખપુર પોલીસએ જિલ્લાના પિપરાઇચ પોલીસ સ્ટેશનની હદથી મળી આવેલા માસૂમ બાળક ગજેન્દ્ર નિષાદની હત્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોલીસે દાવો કર્યો છે કે બલિ આપવા માટે તાંત્રિકે ઘરે સૂઈ રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું, પરંતુ બલિ આપતા પહેલા જ શ્વાસ રુંધાવાના કારણે બાળકનું મોત થયું હતું. મૂળે, અપહરણ દરમિયાન તાંત્રિકે બાળક બૂમો પાડશે એ ડરથી તેના મોંઘા કપડું ઠુંસી દીધું હતું. આ દરમિયાન મોંમાં કપડું હોવાના કારણે બાળકનો શ્વાસ રુંધાઈ જતાં તેનું મોત થયું હતું. બાળકનું મોત થતાં તાંત્રિક ખૂબ ગભરાઈ ગયો હતો અને શેરડીના ખેતરમાં બાળકની લાશ છુપાવીને ભાગી ગયો હતો.
જાેકે, પોલીસે ખૂબ જ ઝડપથી તપાસ હાથ ધરીને ૭૨ કલાકની અંદર જ હત્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એસએસપી ડૉ. વિપિન ટાડાએ માસૂમ બાળકની હત્યાનો ખુલાસો કરતાં જણાવ્યું કે, પિપરાઇચ પોલીસ સ્ટેશનની હદના મટિહનિયા સોમાલી વિસ્તારમાં ગત ૧૯ ઓગસ્ટે પંચ વર્ષના માસૂમ બાળકની લાશ શેરડીના ખેતરમાંથી પોલીસને મળી આવી હતી. મૃતક બાળકના મોંમાં હત્યારાએ ખૂબ જ ક્રૂરતાથી કપડું ઠુંસેલું હતું. બીજી તરફ બાળકના હાથ બંધાયેલા હતા. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. પરિજનો સાથેની પૂછપરછમાં પોલીસે અજાણ્યા વ્યક્તિની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લીધો હતો. ફોરેન્સિક તપાસ દરમિયાન મામલો તંત્ર-મંત્રથી જાેડાયેલો લાગી રહ્યો હતો.
એસએસપીનું કહેવું છે કે તપાસ દરમિયાન પોલીસને ગામના જ રહેવાસી સંતોષ નિષાદની ભૂમિકા સંદિગ્ધ લાગી હતી. કારણ કે ગામ લોકો સાથેની પૂછપરછમાં એ વાતની જાણકારી મળી હતી કે સંતોષ ૬ વર્ષથી જંતર-મંતર કરે છે. એવામાં પોલીસે જ્યારે સંતોષ નિષાદને કસ્ટડીમાં લઈને કડકાઈથી પૂછપરછ કરી તો આ ચોંકાવનારા હત્યાકાંડનો પર્દાફાશ થયો છે. એસએસપીએ જણાવ્યું કે, પોતાની તાંત્રિક શક્તિને વધારવા માટે હત્યાના આરોપી સંતોષ નિષાદે માસૂમ બાળક ગજેન્દ્રની બલિ આપવાની પ્રયાસમાં હતો અને પોતાના નાપાક ઈરાદાઓ માટે ગત ૧૯ તારીખે ઘરે જ સૂઈ રહેલા માસૂમ બાળકનું ગજેન્દ્રનું અપહરણ કરી દીધું હતું. પણ તાંત્રિક વિધિ પહેલા શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થતા તેને શેરડીના ખેતરમાં ફેંકીને ભાગી ગયો હતો.SSS