તાઇવાન સાથે ટ્રેડ ડીલ પર ચીન વિફર્યું: ભારત વન ચાઇના નીતીનું પાલન કરે
બિજીંગ, ભારત અને ચીન વચ્ચે ભવિષ્યમાં યોજાનારી વ્યાપાર વાતચીતની અટકળોથી જ ચીનને મરચા લાગ્યા છે, ચીનનાં વિદેશ મંત્રાલયએ ઔપચારિક વાતચીત શરૂ થવાનાં પહેલા જ ભારતને ધમકી આપી છે.
મંત્રાલયએ તાઇવાનની સાથે ભારતની ડ્રીલ પર કહ્યું કે દુનિયામાં માત્ર એક જ ચીન છે, અને તાઇવાન ચીનનું જ એક અભિન્ન ભાગ છે, વન ચાઇના થિયેરીને ભારત સહિત દુનિયાનાં તમામ પણ દેશોએ સ્વિકારી છે.
ચીનનાં વિદેશ વિભાગે કહ્યું કે ચીન ચાઇવાન દ્વીપની સાથે કોઇ પણ દેશનાં સત્તાવાર આદાન-પ્રદાનને તે દ્રઢતાથી વિરોધ કરે છે, ખાસ કરીને એવા દેશ જેમના ચીનની સાથે રાજનૈતિક સંબંધો છે, અમે તેનાથી સંબંધિત મુદ્દા પર વિવેકપુર્ણ અને યોગ્ય વિચાર કરીશું.
તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ચીનની સાથે ખરાબ થઇ રહેલા સંબંધો વચ્ચે ભારત અને તાઇવાન ટ્રેડ ડીલ પર ઔપચારિક વાતચીત શરૂ કરવા માંગે છે, તાઇવાન ઘણા વર્ષોથી ભારત સાથે ટ્રેડ ડીલ પર વાતચીત કરવા માંગે છે, પરંતું સરકાર તેને લઇને ખચકાય છે.
તેનું કારણ એ છે કે ભારત ચીનને નારાજ કરવા નથી માંગતું, પરંતું છેલ્લા કેટલાક મહિનાથી સરકારની અંદર પણ એવા તત્વો હાવી થયા છે, જે તાઇવાનની સાથે ટ્રેડ ડીલ કરવાનાં પક્ષમાં છે.
આ મહિને ભારત સરકારે સ્માર્ટફોન બનાવનારી ઘણી કંપનીઓનાં પ્રસ્તાવને મંજુરી આપી હતી જેમાં તાઇવાનની ફોક્સકોન ટેકનોલોજી ગૃપ, વિસ્ટ્રોન ગૃપ અને પેગાટ્રોન કોર્પનો સમાવેશ થાય છે, આ અંગે વાણિજ્ય મંત્રાલયનાં પ્રવક્તાએ તાત્કાલિક કોઇ ટીપ્પણી કરી નથી.
તાઇવાનનાં ટોચનાં વ્યાપાર વાર્તાકારે પણ ઇ મેલનો જવાબ આપ્યો નથી, જો ભારતની સાથે સીધી વાતચીત થાય છે તે તે તાઇવાન માટે મોટી જીત હશે, ચીનનાં દબાણનાં કારણે તેને કોઇ પણ મોટો દેશ તાઇવાન સાથે ટ્રેડ ડીલ કરવા તૈયાર થતો નથી.