તાઈવાનની સંસદમાં મારઝૂડ, સાંસદોને ઈજા-બિલ્ડિંગના કાચ પણ તૂટ્યા
તાઈપેઈ, એવું નથી કે ભારતમાં સંસદ કે ધારાસભાઓમાં મારામારીનાં જે સીન સર્જાય છે તે વિદેશમાં નહીં થતાં હોય. તાઈવાનની સંસદમાં ઉમેદવારીને લઈને રીતસરની મારઝૂડ થઈ છે જેમાં એક સાંસદને ઈજા પહોંચી છે. બિલ્ડિંગના કાચ પણ તૂટી ગયા છે. વિપક્ષની કોઉમિતાંગ પાર્ટીના સભ્ય સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સભ્યોની વચ્ચે મારઝૂડ થઈ હતી. વિપક્ષે ઉમેદવારી નોંધાવા જઈ રહેલા ચેન ચૂને સંસદના મુખ્ય ચેમ્બરમાં જતા રોક્યા હતા.
ત્યારબાદ બંને દળોના સમર્થકોની વચ્ચે મારઝૂડના દ્રશ્યો સામે આવ્યા હતા. કોઉમિંતાંગ પાર્ટીના એક સાંસદ મારઝૂડ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. લગભગ ચાર વર્ષ પહેલાં સરકારની સુધાર નીતિઓ અને પેન્શનમાં કપાતની વિરુદ્ધ મારઝૂડ થઈ હતી. ચેન ચૂની કન્ટ્રોલ યુઆનના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ એજન્સી સરકારના અન્ય શાખાઓ પર દેખરેખ કરે છે. કેએમટીએ આ નિમણૂંકનો વિરોધ કર્યો હતો.