Western Times News

Gujarati News

તાઈવાનમાં ટ્રેન પાટા પરથી ઊતરી જતાં 48 યાત્રીનાં મોત

તાઈપે, તાઇવાનના પૂર્વ વિસ્તારમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી જતા ઓછામાં ઓછા 48 મુસાફરો મોત થયા જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રેનમાં ૩૫૦ મુસાફરો હતા. અહેવાલો મુજબ એક ચટ્ટાન નીચે આવી પડતા ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન તેની સાથે ટકરાઈ હતી.

જે બાદ ટ્રેન પાટા પરથી નીચે ઉતરકા દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેનનો મોટાભાગનો હિસ્સો હજી પણ ટનલમાં અટવાઈ જવાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી છે.

આ અકસ્માત સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ સિનિક વિસ્તાર પાસે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ચટ્ટાન પડી હતી, જેના કારણે પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.