તાઉ’તે વાવાઝોડું: ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક શરૂ
ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક શરૂ… રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા.
બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી જયંતી રવિ, સનદી અધિકારીશ્રી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.