તાજમહેલમાં બોંબ મુકવાની ખોટી માહિતી આપનારની ધરપકડ
આગ્રા: વિશ્વની સાથે અજાયબીમાં સામેલ આગ્રાના તાજમહેલમાં વિસ્ફોટક રાખવાની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તાકિદે એકશનમાં આવી ગઇ હતી
એસપી પ્રોટોકલ શિવ રામ યાદવે કહ્યું કે ફોન કોલ ટ્રેપ કર્યા બાદ માહિતી આપનારાઓની લોકેશન ફિરોજાબાદમાં મળી ત્યાં તેની ધરપકડ કરવામાં આવી અને આ મામલામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફિરોજાબાદથી એક સિરફિરાએ ફોન કરી બોંબની ખોટી માહિતી આપી હતી તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પુછપરછ ચાલી રહી છે લગભગ બે કલાક સુધાી તાજમહેલના બંન્ને દરવાજાને બંધ કર્યા બાદ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ દરવાજાઓને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યા હતાં અહીં કોઇ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી વિસ્ફોટક મુકવાની માહિતી આપી હતી. જાે કે તાજમહેલની તપાસમાં કોઇ બોંબ મળ્યો ન હતો.
યુપીના ૧૧૨ના કંટ્રોલ રૂમમાં સવારે એક વ્યક્તિએ કોલ કરી તાજમહેલમાં બોંબ રાખવાની માહિતી આપી હતી તેણે કહ્યું હતું કે હું તાજમહેલમાં બોંબ લગાવી દઇશ સેનાને બોલાવીશ અને અલ્હાબાદ અને લખનૌ છાવણીને પણ બોંબથી ઉડાવી દઇશ સેના ભરતમાં પેપર લીક થયા છે.
આ ફોન બાદ તાજમહેલના બંન્ને પ્રવેશ દ્વારને બંધ કરી ચેકીંગ કરવામાં આવ્યું બોંબ ડિસ્પોજલ સ્કવોર્ડ (બીડીએસ)ની સાથે અન્ય ટીમોને પણ બોલાવવામાં આવી આ દરમિયાન મોટી સંખ્યામાં પહોંચેલા પર્યટકોને પણ બહાર રોકી દેવામાં આવ્યા હતાં આ સાથે આસપાસના બજારો પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતાં અને સમગ્ર પરિસરની તપાસ કરવામાં આવી પરંતુ કોઇ બોંબ મળી આવ્યો ન હતો ત્યારબાદ આ કોલ કરનારની તપાસ કરાઇ અને તેની ધરપકડ કરવામાં આવી