તાજમહેલ જાેવા માટે પ્રવાસીઓએ વધુ રૂ.૨૦૦ ચૂકવવા પડશે
આગ્રા: વિશ્વભરની ૮ અજાયબીમાં સામેલ તાજમહેલને પ્રેમની ઈમારત તરીકે ઓળખવામાં આવે છે. દેશ વિદેશથી લોકો તાજમહેલને નીહાળવા આવતા હોય છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી આગરા વિકાસ ઓથોરિટીએ આ ઈમારતના મુખ્ય ગુંબજમાં પ્રવેશ માટેની ટિકિટમાં રૂપિયા ૨૦૦નો વધારો કરી દીધો છે. જાેકે, પહેલા જ એએસઆઇ તરફથી ચાર્જ કરાતા રૂપિયા ૨૦૦ અલગથી છે.
આ સમગ્ર બાબતની જાણકારી આગરા ડિવિઝનલ કમિશનર અમિત ગુપ્તાએ આપી હતી. એટલે કે હવે તાજમહેલના પ્રવાસીઓ પર ખર્ચનું ભારણ વધી જશે.
તાજમહેલની ટિકિટની કિંમત વધે તેવી શક્યતાઅત્યાર સુધી તાજમહેલમાં આવતા ભારતીય પ્રવાસીઓને તાજને જાેવા માટે રૂપિયા ૨૫૦ આપવા પડે છે. જ્યારે વિદેશી પ્રવાસીઓ માટે રૂપિયા ૧૩૦૦ રાખવામાં આવ્યા છે. જાેકે, આ પહેલા આગરા વિકાસ ઓથોરિટીની બોર્ડ બેઠકમાં તાજમહેલની ટિકિટની કિંમતને વધારવા અંગે ચર્ચા થઈ હતી. ૧ એપ્રિલથી તાજમહેલની ટિકિટની કિંમત વધી શકે છે.