Western Times News

Gujarati News

તાજીયા કાઢવા બાબતે ઘર્ષણ થતા પોલીસકર્મીને ઈજા

ગાંધીનગર, મોહરમને પગલે આ વર્ષે તાજીયા ન કાઢવાનો ર્નિણય કરાયો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. જાેકે, દ્વારકાના સલાયમાં લોકો તાજીયા કાઢવા માંગતા હોવાની વાત જાણ્યા બાદ પોલીસ કાફલો પહોંચ્યો હતો અને લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક પોલીસકર્મીને માથામાં ઈજા પહોંચતા તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ અને લોકો વચ્ચે મામલો એટલો બીચકી ગયો કે ટોળાએ પોલીસની ગાડીઓને કચ્ચરઘાણ વાળી દીધો હતો. લોકોના પથ્થરમારામાં અન્ય વાહનોમાં પણ તોડફોડ થઈ છે. તાજીયા કાઢવાને મામલે થયેલા ઘર્ષણ બાદ આખા જિલ્લાનો પોલીસ કાફલો સલાયા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. રાત્રે સલાયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ હતી.

પથ્થરમારો થયા બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે ત્રણ જેટલા ટિયરગેસના સેલ છોડવાની પણ ફરજ પડી હતી. તહેવાર સમયે પોલીસ અને સ્થાનિક મુસ્લિમ સમાજના લોકો વચ્ચે ઘર્ષણ થતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જાેવા મળી હતી. આ મામલે હવે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. આ મામલે ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, સલાયામાં તાજીયા કાઢવામાં આવી રહ્યાની માહિતી મળ્યા બાદ પોલીસ પહોંચી હતી. પોલીસે લોકોને તાજીયા ન કાઢવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન મામલો બીચક્યો હતો અને ઘર્ષણ થયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.