Western Times News

Gujarati News

તાડકેશ્વર શિવમંદિરમાં સૂર્યના કિરણોથી અભિષેક થાય છે

અમદાવાદ, ગુજરાતના એવા મંદિર આવ્યા છે, જેના બાંધકામનો કોઈ જવાબ નથી. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં વાંકી નદીના કિનારે અબ્રામા ગામ વસેલું છે. અહી આવેલું છે પ્રાચીન તાડકેશ્વર મંદિર. ભોલેનાથના આ મંદિર પર શિખરનું નિર્માણ શક્ય નથી. તેથી સૂર્યની કિરણો સીધા શિવલિંગ પર અભિષેક કરે છે. ૧૯૯૪ માં મંદિરનું જીર્ણોદ્વાર કરીને ૨૦ ફૂટના ગોળાકાર આકૃતિમાં ખુલ્લા શિખરનું નિર્માણ કરવામાં આવ્યું. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન તથા મહાશિવરાત્રિ પર અહી વિશાળ મેળો ભરાયેલો હોય છે. ૮૦૦ વર્ષ જૂના આ અલૌકિક મંદિર વિશે પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે કે, એક ગોવાળિયાએ જાેયું કે, તેના ગાય ઝુંડમાંથી અલગ થઈને રોજ જંગલમાં જાય છે.

ત્યાં તે એક જ જગ્યા પર ઉભી રહીને પોતાના દૂધની ધારા પ્રવાહિત કરે છે. ગોવાળિયાએ અબ્રામા ગામ પરત ફરીને ગામ લોકોને સમગ્ર ઘટના વિશે જાણ કરી કે, આ ગાય એક જ સ્થળ પર દૂધ અભિષેક કરે છે. શિવભક્ત ગ્રામીણોએ ત્યાં જઈને જાેયુ તો તેમને આશ્ચર્ય થયુ. ગાય જે જગ્યાએ ઉભી રહેતી હતી ત્યાં તેની જમીન નીચે એક શિવલિંગ હતું. આ બાદ ગામ લોકોએ રોજ જંગલમાં જઈને તે સ્થળે અભિષેક કરવાનું શરૂ કરી દીધું. ગોવાળિયાની અતૂટ શ્રદ્ધા પર શિવજી પ્રસન્ન થયા હતા. શિવજીએ ગોવાળિયાને સપનામાં દર્શન આપ્યા હતા.

શિવજીએ કહ્યું કે, ઘનઘોર વનમાં જઈને કરાયેલી તારી તપસ્યાથી હુ ખુશ થયો છું. હવે મને અહીથી લઈ જઈને કોઈ પાવન જગ્યા પર સ્થાપિત કરી દે. ગોવાળિયાએ સપનામાં આવેલ શિવજીના આદેશ મુજબ કામ કર્યું. ગોવાળિયાની વાત સાંભળીને શિવભક્ત ગ્રામીણ વનમાં ગયો. પાવન સ્થળ પર જઈને ખોદકામ કર્યું, તો અહીંથી સાત ફૂટનું શિવલિંગ સ્વરૂપ મળી આવ્યું હતું. બાદમાં ગ્રામીણોએ પાવન શિલાને ગામની અંદર એક મંદિરમાં સ્થાપિત કર્યું. જેને આજે લોકો તાડકેશ્વર મંદિરના નામથી ઓળખે છે. વિધિવિધાનથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ચારેય બાજુ દિવાલ બનીને ઉપર છત બનાવી. પણ ગ્રામીણોએ જાેયું કે, થોડા સમયમાં જ આ છત સળગીને સ્વાહા થઈ ગઈ હતી. આવુ વારંવાર થતુ ગયું, ગ્રામીણો વારંવાર પ્રયાસો કરતા રહ્યા, પણ મંદિરની છત ન બની. બાદમાં ગોવાળિયાને ફરીથી ભગવાન શિવે દર્શન આપ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.