તાડપત્રી ગેંગના 7 આરોપીઓને પકડી જુદીજુદી 13 ચોરીઓનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા પાલનપુર
હકીકત આધારે બનાસકાંઠા જીલ્લામાં ધાનેરાથી કંડલા જતા હાઇવે રોડ તથા ધાનેરા ચાર રસ્તા થી થરાદ જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોની પાછળ બીજા વાહનોમાં પીછો કરી માલ ભરેલ વાહનની લગોલગ તેમનું વાહન રાખી માલ ભરેલ વાહન ઉપર ચઢી તે વાહનના ભરેલ માલ ઉપરની તાડ પતરી કાપી તેમાંથી ચાવલના કટ્ટા તથા તેલના ડબ્બા ખાંડ, ચોખા, સાબુ વિગેરે તેમના વાહનોમાં ફેકી ચોરી કરનાર તાડપત્રી ગેંગનો સરદાર જાવેદશા બચલશા સાંઇ (ફકીર) રહે. મૂળ ધાનેરા હાલ રહે. અંબાજીવાળો તેની ટોળકીને લઇ ટાટા સુમો ગાડી નં. GJ 08 BF 2891 માં ધાનેરા ચાર રસ્તાથી રાધનપુર જતા રોડ ઉપર પસાર થતા માલ વાહનોમાં ભરેલ માલ તાડપત્રી કાપી ચોરી કરવા માટે રાત્રીના ૨૧/૦૦વાગ્યા પછી નીકળનાર છે.
તેવી બાતમી આધારે લોરવાડા પીકઅપ સ્ટેન્ડ ઉપર ડીસા તરફથી આવતા વાહનો ચેક કરતા હતા તે દરમ્યાન ક.૨૧/૩૦ વાગ્યે બાતમી હકીકતવાળી ટાટા સુમો ગાડી નં. GJ 08 BF 2891ની આવતા તેને સાઇડમાં લેવડાવી અંદર જોતા ડ્રાયવર સહીત કુલ ૭ માણસો બેઠેલ હોય અમોએ ગાડી બંધ કરાવી તેની ચાવી લઇ આ ટાટા સુમો ગાડીમાં બેઠેલ ઇસમોને જે તે સ્થિતીમાં બેસી રહેવાની સુચના કરી આ ટાટા સુમોના ચાલકનું નામઠામ પુછતા તેણે તેનુ નામ (૧) સિંકન્દરખાન ઇસ્માઇખાન મકરાણી રહે. અંબાજી ગુજરાતી સ્કુલની પાછળ તા. દાંતાવાળો હોવાનું જણાવેલ તથા તેની બાજુમાં ખાલી સાઇડની શીટ ઉપર બેઠેલ ઇસમે તેનું નામ (૨) જાવેદશા બચલશા સાંઇ (ફકીર) રહે. મૂળ ધાનેરા હાલ રહે. અંબાજીવાળો હોવાનું તથા વચ્ચેની શીટમાં બેઠેલ ત્રણ ઇસમો પૈકીના એકનું નામ પુછતા તેણે પોતાનું નામ (૩) અજમલભાઇ ઉર્ફે ભદાભાઇ જગશીભાઇ માજીરાણા રહે. સામરવાડા તા. ધાનેરા તથા બીજા ઇસમે તેનુ નામ
(૪) લક્ષ્મણભાઇ ભુદરાભાઇ માજીરાણા રહે.ધાખા તા. ધાનેરાનો તથા ત્રીજા ઇસમે તેનુ નામ (૫) કીરણભાઇ કેસાભાઇ પંચાલ રહે. માલોત્રા તા. ધાનેરાનો હોવાનું જણાવે છે. તથા આ ગાડીની પાછળની શીટ ઉપર બે ઇસમો બેઠેલ છે જેમના નામ પુછતા તે પૈકી એકનાએ તેનુ નામ (૬) અમરતભાઇ મફાભાઇ પટેલ રહે. માલોત્રા તા. ધાનેરાનો તથા બીજા ઇસમે તેનું નામ (૭) મહેન્દ્રસિંહ ઉર્ફે ચપી ગીરધરસિંહ વાઘેલા રહે ઝેરડા તા. ડીસાનો હોવાનું જણાવેલ છે.
સુભાષ ત્રિવેદીસાહેબ પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજનાઓની સીધી દેખરેખ હેઠળ *શ્રી તરૂણ દુગ્ગલ*, પોલીસ અધિક્ષક બનાસકાંઠા, પાલનપુરનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.પાલનપુરનાઓ તથા શ્રી એસ.વી.આહીર પો.સ.ઇ.ભીલડી પો.સ્ટેનાઓ સ્ટાફ સાથે મળેલ બાતમી મળી હતી.
આ ટાટા સુમો ગાડી નં. GJ 08 BF 2891ની અંદર જોતા સીટોની નીચે તથા પાછળની શીટનીચે ખાખી બોક્ષો પડેલ હોય જે નીચે ઉતારી ટોર્ચના તથા સરકારી ગાડીની સર્ચ લાઇટના અજવાળે જોતા રૂચી ગોલ્ડ રીફાઇન્ડ પામોલીન ઓઇલ ઇન્ડીયાની નંબર ૧ પમોલીન બ્રાન્ડના લેબલ માર્કાના ખાખી પુઠાના બોક્ષ કુલ ૧૦ છે
જે એક બોક્ષમાં રૂચી ગોલ્ડ રીફાઇન્ડ પામોલીન ઓઇલના એક લીટરના પોલીથીન થેલીના પાઉચ ૧૦ જે એકની કિ.રૂા- ૯૭-૦૦ પ્રીન્ટેડ છાપ છે. જે ૧૦ બોક્ષમાં કુલ ૧૦૦ પાઉચ કિ.રૂા- ૯૭૦૦/-ના હોય જે બાબતે આ સાતેય ઇસમોને પુછતા તેઓએ પંચો રૂબરૂ જણાવેલ છે કે, ૧૭/૧૧/૧૯ની રાત્રીના ભાચરવાથી વિઠોદર રોડ ઉપર પસાર થતી ટ્રકમાંથી તાડ પત્રી કાપી ચોરી કરેલ છે.
તેમજ તે સિવાય ભીલડી રોડ ઉપરથી પણ ટ્રેલરમાંથી ચોખાના કટ્ટાઓની તથા ટ્રકોમાંથી તેલના ડબ્બાઓની ચોરીઓ કરેલ છે અને આ ચોરીઓ કરવામાં આ ટાટા સુમો ગાડીનો તથા પીકઅપ ડાલા નં.GJ 08 Z 6042 નો તથા બીજા પીકઅપ ડાલાઓનો ઉપયોગ કરેલ હોવાનું જણાવે છે.
રાજસ્થાનના સ્વરૂપગંજ તથા પાવાપુરી પીંડવાડા વિગેરે મુકામે તથા થરાદ રોડ ઉપર અને ડીસાથી રાધનપુર જતા રોડે અને અંબાજી થી પાલનપુરના રોડે પસાર થતા માલ વાહનોની પાછળ વાહનોમાં પીછો કરી માલ ભરેલ વાહનની લગોલગ તેમનું વાહન રાખી માલ ભરેલ વાહન ઉપર ચઢી તે વાહનમાં ભરેલ માલ ઉપરની તાડ પતરી કાપી તેમાંથી ચાવલના કટ્ટા તથા તેલના ડબ્બા ખાંડ, ચોખા, સાબુ વિગેરે તેમના વાહનોમાં ફેકી ચોરી કરેલ હોવાની કબુલાત કરે છે અને ભીલડી પોલીસ સ્ટેશન હદમાં છેલ્લા એક વર્ષમાં આ પ્રકારની ચોરીના ચાર ગુનાઓને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ છે.
(૨) ભીલડી પો.સ્ટે ફ. ગુર.નં. ૧૪/૧૯ ઇ.પી. કો.કલમ ૩૭૯,૧૧૪ (૩) ભીલડી પો.સ્ટે ફ. ગુર.નં. ૧૭/૧૯ ઇ.પી. કો.કલમ ૩૭૯,૧૧૪ (૪) ભીલડી પો.સ્ટે ફ. ગુર. નં. ૫૨/૧૯ ઇ.પી. કો.કલમ ૩૭૯,૧૧૪ (૫) રાજસ્થાન રાજયના પાલડી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૫૫/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ (૬) રાજસ્થાન રાજયના સ્વરૂપગંજ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૪૨/૨૦૧૯ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ (૭) રાજસ્થાન રાજયના શીરોહી પીડવાડા રોડ ઉપર ૨૦ તેલના ડબા તથા ૧૦ કટ્ટા ચાવલની ચોરી કરેલ છે. (૮) રાજસ્થાન રાજયના સાંચોરથી ગાંધવ જતા રોડ ઉપર બે વખત ૦૮ કટ્ટા ચાવલ તથા ત્રણ કટ્ટા મસુરની દાળની તથા ૧૦ કટ્ટા ચાવલની ચોરી કરેલ છે.