Western Times News

Gujarati News

તાતા-અંબાણીને હંફાવવા અદાણી ટ્રાવેલ બિઝનેસમાં

મુંબઈ, ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ હવે ટ્રાવેલ બિઝનસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા ઓનલાઈન ટ્રાવેલ એગ્રીગેટર ક્લિયરટ્રિપ પ્રાઈવેટ લિમિટેડમાં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે.

જાે કે, કંપનીએ આ ડીલની રકમનો ખુલાસો નથી કર્યો. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે દેશમાં પ્રવાસને લગતા અનેક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાં છૂટ આપવામાં આવી છે. ક્લિયરટ્રિપ દિગ્ગજ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ગ્રુપનો એક ભાગ છે.

અદાણી ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ભાગીદારી પ્રોડક્ટ્‌સ અને સર્વિસની એક વિસ્તૃત શ્રેણીના માધ્યમથી ગ્રાહકોને સુખદ યાત્રાનો અનુભવ પૂરો પાડવા માટે કરવામાં આવી છે.

ગ્રુપ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, અમે ક્લિયરટ્રિપ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કરી રહ્યા છીએ. આ ઓનલાઈન ટ્રાવેલ મંચ છે અને ડોમેસ્ટિક ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ગ્રુપનો એક ભાગ છે.

ક્લિઅર ટ્રિપમાં ભાગીદારી ખરીદ્યા પછી અદાણી ગ્રુપને સુપરએપ અને એરપોર્ટ મેનેજમેન્ટ બિઝનસમાં પણ મદદ મળશે. અદાણી ગ્રુપની ઓળખ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર તરીકેની છે અને ગ્રુપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પેસેન્જર્સની સંખ્યા કોરોના પહેલાના સમય જેટલી લગભગ થઈ ગઈ છે. આ રોકાણથી અદાણી ગ્રુપ અને ફ્લિપકાર્ટ ગ્રુપ વચ્ચેની પાર્ટનરશિપ વધશે.

અદાણી ગ્રુપ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, ક્લિયરટ્રિપ પ્લેટફોર્મ સુપરએપનો ભાગ બનશે. ફ્લિપકાર્ટ ઓનલાઈન સર્વિસ દ્વારા દેશમાં સૌથી મોટું વેરહાઉસ બનાવવા માટે એપ્રિલમાં અદાણી ગ્રુપ સાથે એક ડીલ કરી હતી.

અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ મુંબઈમાં ૫૩૪૦૦૦ સ્ક્વેર ફીટનું સેન્ટર બનાવી રહી છે, જેનો આકાર ૧૧ ફૂટબોલ ફીલ્ડ્‌સ બરાબર હશે. તે આ સેન્ટરને ફ્લિપકાર્ટને લીઝ પર સોંપશે. નોંધનીય છે કે આ વર્ષે અદાણીની નેટવર્થમાં ૧૨૧ ટકાનો વધારો જાેવા મળ્યો છે.

આ ડીલની મદદથી અદાણી ગ્રુપને ટાટા ગ્રુપ અને દેશના સૌથી ધનિક મુકેશ અંબાણીના નેતૃત્વમાં ચાલતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ટક્કર આપવામાં મદદ મળશે. આ કંપનીઓ ઓલ-ઈન-વન ઈ કોમર્સ એપ બનાવી રહી છે. ટાટા ગ્રુપ પોતાની કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ અને સર્વિસ માટે એક સુપરએપ બનાવી રહી છે. રિલાયન્સ દ્વારા જુલાઈમાં લોકલ સર્ચ એન્જિન જસ્ટ ડાયલ લિમિટેડમાં કંટ્રોલિંગ સ્ટેક ખરીદવાની જાહેરાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.