Western Times News

Gujarati News

તાપણું કરવા જતાં ઝાળ લાગવાથી મહિલાનું મોત

Files Photo

ઈસનપુરમાં લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગતા યુવકનું મોત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાયો છે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ નાગરિકો કરી રહયા છે ઠંડીથી બચવા હજુ પણ કેટલાક નાગરિકો તાપણા કરતા જાવા મળી રહયા છે શહેરના નારોલ વિસ્તારમાં તાપણુ કરવા જતાં તેની ઝાળ લાગતા એક મહિલાનું ગંભીર રીતે દાઝી જતા મોત નીપજયું છે.

જયારે ઈસનપુર વિસ્તારમાં ઈલેકટ્રીકના થાંભલાને અડી જતા કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજયું છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહયો છે જેના પગલે હજુ પણ કેટલાક છેવાડાના અને ખુલ્લા વિસ્તારોમાં ઠંડીથી બચવા નાગરિકો તાપણા કરી રહયા છે

શહેરના નારોલ વિસ્તારમાં ઉમંગ ફલેટની બાજુમાં રાજનગર વિભાગ-ર માં રહેતી રેખાબહેન ચક્રવર્તી નામની ૪ર વર્ષની મહિલા ગઈકાલે ઘરની આગળ જ લાકડા ભેગા કરી તાપણુ કરતા હતા આ દરમિયાનમાં અચાનક જ આગની જ્વાળા તેમણે પહેરેલા કપડાને અડી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતાં આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમની હાલત વધુને વધુ નાજુક બનતા આખરે સારવાર દરમિયાન રેખાબહેનનું મોત નીપજયું હતું નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતે મોતની બીજી ઘટના ઈસનપુર વિસ્તારમાં બની હતી ઈસનપુરમાં આવેલા જયમાલા ચાર રસ્તા પાસે આકાંક્ષા ફલેટમાં રહેતો કપિલભાઈ નામનો ર૦ વર્ષનો યુવાન રાત્રિના સમયે ઈસનપુર બસ સ્ટેન્ડ પાસે રાયપુર ભજીયા હાઉસની દુકાન આગળ લોખંડના થાંભલા પાસે ઓટલા પર ઉભો હતો આ દરમિયાનમાં તે આ લોખંડના થાંભલાને અડી જતા તેને વીજળીનો શોક લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી જતાં નીચે પટકાયો હતો.

આસપાસના લોકો એકત્ર થઈ જતા તેને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં પહોંચતા જ ડોકટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો આ અંગે ઈસનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્રીજી ઘટના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે જેમાં બહેરામપુરા ગીરનારી નગરની ચાલી નજીક આવેલા ગરીબનગરના ઝુંપડામાં રહેતા હિતેશભાઈ મકવાણા સાંજના સમયે સરદારબ્રીજ હેલ્થ કવાર્ટસ ખાતે રસોઈ કામ કરતા હતા તે વખતે અચાનક જ લપસી જતાં ગરમ તેલવાળા તપેલામાં તેઓ પડયા હતા જેના પરિણામે આખા શરીરે ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલીક એલ.જી.હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.