તાપમાનમાં ફેરફારઃ કુદરતની ચેતવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/risingtemp.jpg)
ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તંત્ર દ્વારા વાનકુંવર, પોર્ટલેન્ડ, ઈડાહો, ઓરેગનમાં રસ્તાઓ પર ઠેર ઠેર પાણીના ફુવારાઓ છોડવાનાં મશીનો લગાવી દેવામાં આવ્યાં છે
કહેવાય છે કે માનવી જ્યારે જ્યારે પ્રકૃતિ સાથે ચેડાં કરે છે ત્યારે ત્યારે કુદરતી તેની નારાજગી બતાવે જ છે અને સમગ્ર માનવજાત પર મુસીબતો આવે છે, જેને ક્યારેય રોકી શકાતી નથી. છેલ્લા થોડા સમયથી દુનિયાભરના દેશો એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
કોરોના મહામારી સામે લડતી દુનિયા હજુ તેનો અક્સીર ઉપાય શોધી શકી નથી ત્યાં જ કુદરતે માનવીને ગંભીર ચેતવણી આપવાની શરૂ કરી હોય એ રીતે અનેક સ્થળોએ ભયાનક કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. નિષ્ણાંતો દ્રઢપણે માને છે કે, હવામાન અને તાપમાનમાં આવેલા આ ઓચિંતા અને મોટા ફેરફારો આપણી જ ભૂલની સજા છે, જે હવે આપણે ભોગવી રહ્યાં છીએ.
કેનેડા સહિતના અનેક દેશોમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા અને અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા. હવે કુદરતની કમાલક હો કે આપણી કઠણાઈ ગણો પણ જે દિવસે કેનેડામાં પહેલી વખત તાપમાનનો પારો ૪૯.૬ ડિગ્રી પર પહોંચ્યો હતો, દઝાડતી ગરમીથી લોકો ચાલતા-ચાલતા રસ્તાઓ પર બેભાન થઈને પડવા લાગ્યા હતા,
એ જ દિવસે ન્યૂઝિલેન્ડમાં એટલો બરફ પડયો ક મોટાભાગના રસ્તાઓ જામ થઈ ગયા હતા. અમેરિકા, યુરોપ, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, ગલ્ફ કન્ટ્રી (ખાડીના દેશો) થી લઈને ભારત અને પાકિસ્તાન સુધીના દેશોના હવામાનમાં ભયાનક ફેરફારો થઈ રહ્યાં છે. નિષ્ણાંતોની ભાષામાં તેને એક્સ્ટિ્રમ વેધર કન્ડિશન કહેવામાં આવે છે, જે વિશ્વના વિનાશ તરફ સીધો ઈશારો કરે છે.
કેનેડામાં છેલ્લા થોડા દિવસોથી જે ખતરનાક ‘હિટ ડોમ’ એટલે કે જીવલેણ લૂ ફૂંકાઈ રહી છે, તે કદાચ ૧૦ હજાર વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ દેશમાં જાેવા મળી છે. તેના કારણે કેનેડાનું સરેરાશ તાપમાન ૧૬.૪ ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું. તે ૪૯.૬ ડિગ્રી પર પહોંચી ગયું છે. આ અગાઉ જુલાઈ, ૧૯૩૭માં કેનેડાના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪પ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવે ૮૪ વર્ષ બાદ ફરી એક વખત કાતિલ ગરમીનો કહેર જાેવા મળ્યો છે.
અને સ્કૂલ-કોલેજાે, યુનિવર્સિટીઓ, ઓફિસ, વેક્સિનેશન સેન્ટર બધું જ બંધ કરવાની ફરજ પડી છે. ભયાનક અને અસહ્ય ગરમીના કારણે ૪૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તંત્ર દ્વારા વાનકુંવર, પોર્ટલેન્ડ, ઈડાહો, ઓરેગનમાં રસ્તાઓ પર ઠેર ઠેર પાણીના ફુવારાઓ છોડવાનાં મશીનો લગાવી દેવામાં આવ્યા છે. અનેક સ્થળોએ કૂલીંગ સ્ટેશનો પણ ખુલી રહ્યાં છે.
રસપ્રદ વાત એ પણ છે કે વાનકુંવરમાં અંદાજે પાંચ હજાર લોકોની ક્ષમતા ધરાવતા કૂલિંગ સેન્ટર અને એસીવાળા તમામ સિનેમા હોલ ૧૦ દિવસ સુધી હાઉસફૂલ થઈ ગયા હતા. હવામાન શાસ્ત્રીઓનો દાવો છે કે, અત્યાર સુધીમાં ઠંડા પ્રદેશ ગણાતા કેનેડામાં ક્યારેય પણ આટલી ગરમી પડી નથી. ૬પ વર્ષથી વધુ વયના રર કરોડ લોકો હાલ ભયાનક ખતરાનો સામનો કરી રહ્યાં છે. હવે આ મુસીબતમાંથી ઉગારવાનો કોઈ રસ્તો પણ દેખાતો નથી.
આ ભયાનક ગરમી અને હવામાનના કારણે હવે સતત આગ લાગવાનો અને દુષ્કાળ પઠવાનો પણ ખતરો છે. દુનિયાભરના દેશોમાં તાપમાન સતત રંગ બદલી રહ્યું છે.ફ દુનિયામાં ર૦ર૧નો સૌથી વધુ ગરમ દિવસ રર જૂન રહ્યો છે, જ્યારે કુવૈતનું તાપમાન પ૩.ર થઈ ગયું હતું. આ વર્ષના જૂન અને જુલાઈ મહિનાની શરૂઆતના ત્રણ દિવસોમાં ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, સ્વિડન અને ઓમાન જેવા દેશોનું તાપમાન પ૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું હતુ.
આ ઉપરાંત જાેર્ડન, ઈજિપ્ત, સુદાન, કતાર અને આફ્રિકાના દેશ સુદાનનું તાપમાન ૪૭ ડિગ્રીથી વધુ નોંધાયું હતું. નિષ્ણાતોના મતે આ એક ખતરાની ઘંટડી છે, જે સમગ્ર માનવજાતને સાવચેત કરી રહી છે. ક્યારે કોઈએ વિચારી પણ નહીં હોય. કેલાક નિષ્ણાંતો એવો દાવો પણ કરે છે કે માનવીનો કુદરત સાથેનો સંબંધ હવે પહેલા જેવો મધુર રહ્યો નથી.
અને આપણે પ્રકૃતિનું જે સતત નિકંદન કાઢી રહ્યાં છીએ તેના કારણે જ આ વિષમ પરિસ્થીતિનું નિર્માણ થયું છે. આ ગંભીર ચેતવણી બાદ પણ જાે આપણે સુધરશું નહીં અને કુદરતને નુકસાન પહોંચાડવાનું જારી રાખશું તો તેનું પરિણામ અત્યંત ભયાનક હશે તે વાત નિશ્ચિત છે.