Western Times News

Gujarati News

તાપસી પન્નુએ નિર્મલા સીતારામણ પર બાયોપિક બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી

મુંબઈ, તાપસી પન્નુ બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે અલગ અલગ પાત્રો ભજવવા માટે જાણીતી છે. તે બાયોપિક્સની રાણી છે. ક્યારેક તે સ્ક્રીન પર ક્રિકેટર બની જાય છે તો ક્યારેક એથ્લેટ અને ક્યારેક શૂટર. પરંતુ તાપસી પન્નુએ એક ખાસ રોલ માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

બોલિવૂડ અભિનેત્રીએ હાલમાં જ એક પુરસ્કાર સમારોહમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણની ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

હાલ નિર્મલા સીતારમણની બાયોપિકની કોઈ યોજના નથી પરંતુ જો તાપસીએ તેનું પાત્ર ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો કદાચ કોઈ બોલિવૂડના ડાયરેક્ટર આ વિષય પર ફિલ્મ બનાવવા માટે આગળ આવશે.

તાપસી પન્નુએ પુરસ્કાર સમારોહમાં કહ્યું હતું કે, આવા પ્રોજેક્ટનો ભાગ બનવું સન્માનની વાત છે પરંતુ નિશ્ચિત રૂપથી મેડમની પરવાનગીથી.

ઈવેન્ટમાં તાપસીએ ઈન્ડસ્ટ્રીમાં હાજર પુરૂષ અને મહિલા કલાકારોની ફીમાં તફાવત અંગે પોતાનો મત શેર કરતાં કહ્યું હતું કે ‘દિલ્હી હજી દૂર છે’. આ ઈવેન્ટમાં તાપસી પન્નુને નિર્મલા સીતારમણના હાથેથી એવોર્ડ મળ્યો હતો.

તાપસી પન્નુની બાયોપિક ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘રશ્મિ રોકેટ’ એક એથ્લેટની વાર્તા હતી જ્યારે ‘સાંડ કી આંખ’માં તેણે શૂટર પ્રકાશી તોમરની ભૂમિકા ભજવી હતી. તે તેની આગામી બાયોપિક ‘શાબાશ મિઠુ’માં ક્રિકેટર મિતાલી રાજનું પાત્ર ભજવી રહી છે. તાપસી પન્નુની છેલ્લે રિલીઝ ફિલ્મ ‘લૂપ લપેટા’ હતી.

તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો તેમાં મિશન ઈમ્પોસિબલ (તેલુગુ), જન ગણ મન (તમિલ), દોબારા (હિન્દી), શાબાશ મિઠુ (હિન્દી), બલર (હિન્દી) અને વો લડકી હૈ કહાં?(હિન્દી)નો સમાવેશ થાય છે. આ રીતે તે પોતાની આગામી ફિલ્મોમાં અલગ અલગ રોલ કરવા જઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.