તાપીઃ સોનગઢ પાસે ટ્રિપલ અકસ્માત, 7ના મોત 20થી વધુ ઘાયલ
તાપી, ગુજરાતમાં રોજબરોજ માર્ગ અકસ્માતની અનેક ઘટનાઓ બનતી રહે છે. આજે 02-03-2020ના રોજ વધુ એક ઘટના દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં બની હતી. આહીં નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. સોનગઢના પોખરણ નજીક નેશનલ હાઈવે નંબર 56 ઉપર એસટી બસ, જીપ અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 7ના મોત નીપજ્યા છે જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી પ્રમાણે તાપી જિલ્લાના સોનગઢના પોખરણ પાસે ગુજરાત સરકારની એસટી બસ કુસલગઢથી ઉકાઈ તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. એસટી બસ, ટ્રેક અને જીપ સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. ટ્રિપલ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા.