તાપીમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરાઈ
સુરત, ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો હતો, રિપોર્ટ્સ મુજબ રાજકોટના કુવાડવા રોડ પર માત્ર ૧૦ જ મિનિટમાં સૌથી વધુ અડધો ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આજે પણ તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આ સાથે જણાવ્યું છે કે કયા-કયા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.
આજે સવારે તાપીમાં ધોધમાર વરસાદ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ બન્યો છે. જિલ્લાના ધરમપુર, કપરાડા, વાપી, પારડી, વલસાડ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. હવામા વિભાગની આગાહીમાં વરસાદ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના નવસારી, વલસાડમાં હળવા વરસાદની સાથે કડાકા સાથે ઝાપટાંની સંભાવના વ્યક્ત કરી હતી. આજ રીતે ગુરુવારે પણ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં હળવા વરસાદી ઝાપટાં થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન સૂકું રહેવાની વકી છે.
ઉત્તરપૂર્વ રાજસ્થાનમાં ઉભા થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશના કારણે રાજ્યના હવામાનમાં પલ્ટો આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાતની સાથે દેશના દિલ્હી સહિત અન્ય ભાગોમાં પણ વરસાદ નોંધાયો છે, દિલ્હીમાં પણ ભારે વરસાદ થતા ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ લોકો રસ્તાઓ પર અટવાઈ ગયા હતા.
આ તરફ આસામમાં થઈ રહેલા ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આસામાં પૂરની સ્થિતિના કારણે ૨૬ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ૧૭ જિલ્લાઓના ૫.૮ લાખ લોકો પુરની આફતના લીધે અસરગ્રસ્ત થયા છે.
રાજ્યમાં ગરમીનું જાેર ઘટ્યું છે ત્યારે આગામી ૩-૪ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. ઉનાળુ વેકેશનનો અંત છે ત્યારે ગરમીનું જાેર ઘટતા પ્રવાસના સ્થળો પર પહોંચતા લોકોની ભીડમાં વધારો થઈ રહ્યો છે.SS2KP