તાપીમાં માછીમારી કરવા ગયેલા પાંચ યુવકમાંથી એક યુવક ડુબ્યો
કરચલા પકડતો અંતિમ વિડિયો વાયરલ-તાપીમાં નદીમાં માછીમારી કરવા જતા અનેક યુવકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં તકેદારી રાખવામાં આવતી નથી
સુરત, સુરતની તાપીમાં નદીમાં માછીમારી કરવા જતા અનેક યુવકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં તકેદારી રાખવામાં આવતી નથી અને યુવકો માછીમારીની પાછળ મોત વ્હોરી લેતા હોય છે. માછીમારી કરતા ડુબી જવાની આવી જ એક વધુ ઘટના સામે આવી છે. આ ઘટનામાં મોટી વેડ ગામે કતારગામનો યુવક માછીમારી દરમિયાન ડુબ્યો છે.
આ ઘટનામાં તેની સાથે અન્ય ત્રણ યુવકો પણ હતા પરંતુ તેનું ડુબી જવાથી મોત થયું છે. ઘટના પહેલાં યુવકે કરચલા પકડતા આ યુવકનો વીડિયો બનાવ્યો હતો જે હાલમાં અંતિમ વીડિયો તરીકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બનાવની વિગતો એવી છે કે સુરત શહેરના કતારગામ સ્થિત કંતારેશ્વર પાસે ધર્મેશભાઇ દશરથભાઇ રાઠોડ તેના પરિવાર સાથે રહેતો હતો.
અને પાણીની બોટલ દુકાનોમાં પહોંચાડી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ધર્મેશ પોતાના મિત્રો સાથે ગત ૧૨ તારીખે મોટી વેડગામ તાપી નદીના કિનારે માછીમારી કરવા ગયો હતો. માછી મારી કરતી વખતે તેણે કરચલો હાથમાં પકડીને વીડિયો પણ બનવ્યો હતો. જે કે માછીમારી દરમિયાન દરમ્યાન અચાનક ધર્મેશ ડૂબી ગયો હતો.
બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તેની શોધખોળ હાથ ધરી હતી. જાે કે, બીજા દિવસે ધર્મેશ રાઠોડ ની લાશ તાપી નદીના કિનારે મળી આવી હતી. જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ધર્મેશ ની લાશને બહાર કાઢી સ્મીમેર હૉસ્પિટલ ખસેડી હતી.
ધર્મેશના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. જાેકે ઘટના જાનકરી બાદ ફાયર વિભાગ દ્વારા આ યુવાને મુતદેહ ભારે જહેમત બાદ શોધી કાળવામાં આવ્યો હતો. જાેકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકોએ ફાયર વિભાગે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન બાદ પણ યુવકનો પતો મળ્યો નહોતો.
જાેકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે તો બીજી બાજુ યુવાન ના મોત મામલે પરિવાર માં શોકનું મોજું ફરી વળ્યું છે